બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં માનવતાના મસીહા કિશોરસિંહ રાવ સતત સેવામાં આગળ..!

ધાનેરા શહેર તેમજ સમગ્ર તાલુકામાં લોકો કોરોના જેવી વૈશ્વિક મહામારીને કારણે બેરોજગાર બનવા પામ્યા છે અને વર્તમાન વૈશ્વિક બીમારીનો ધાનેરાની પ્રજા શિકાર પણ બની રહી છે. વધુમાં ઉમેરીએ તો ભોળી પ્રજાને અમુક વેપારીઓ,ડોકટરો,મેડીકલો,ફળફ્રુટ વાળાઓ લોકડાઉનના બહાને ખૂલ્લેઆમ કાયદાના ડર વગર લુંટી રહ્યા છે,

ત્યારે સતત પાછલા ૧૨ દિવસથી ધાનેરાના સેવાભાવી કિશોરસિંહ રાવ ધાનેરા વાસીઓને મદદરૂપ થવા હંમેશાં લોકોની પડખે ઊભા રહીને સેવા કરતા હોય છે. અત્યારે વર્તમાન સમયમાં સમગ્ર ગુજરાતમાં ઓકસિજનના સિલિન્ડર માટે લોકો વલખાં મારી રહ્યાં છે અને કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. તેવા સમયે કિશોરસિંહએ હોસ્પિટલોમાં ઓકસિજનના અભાવે જે દર્દીઓ જાન ગુમાવી રહ્યા છે તેમની વ્હારે આવીને ઓકસિજનના બાટલાઓ ફ્રીમાં આપી માનવતા દર્શાવી રહ્યાં છે, તે માનવતાની નજરે જોવા જઈએ તો ખરેખર કાબિલે તારીફ છે.

કિશોરસિંહ રાવ જેઓ માનવતાની દ્રષ્ટિએ પ્રજા અને પશુ-પક્ષીઓના માનવતાની નજરે સત્ય પુરુષ બનીને ઉભરી રહ્યા છે, જે બિરદાવા લાયક છે. કિશોરસિંહ રાવ જેઓ ગરીબ દર્દીઓની સેવાની સાથે સતત પાછલાં ૧૨ દિવસથી ધાનેરા શહેરમાં નિરાધાર ગાયો૪૫૦ થી ૫૦૦ ફરે છે જેના માટે દરરોજ ૮૦૦૦ થી ૯૦૦૦ રૂપિયાના લીલા ઘાસચારો આપી માનવતા દર્શાવી રહ્યા છે જે પ્રસંશનિય છે.

આજના સમયમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરનારા ભાગ્યે જ જોવા મળતા હોય છે. તેવામાં જે લોકો ઓકસીજનના બાટલા લેવા માટે આવે છે તેઓ કિશોરસિંહ રાવને આશીર્વાદ પણ આપતાં જાય છે કે, કોઈક જ માણસ હોય છે, જે આવી કપરી પરિસ્થિતમાં લોકોની સેવા કરી રહ્યા છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓના પરિવારજનો કિશોરસિંહ રાવનાં પરિવારજનોને સુખ, શાંતિ અને લાંબા આયુષ્યની દુવાઓ આપતાં જાય છે, કેટલાક દર્દીઓના સગા પાસે જાણ્યું તો કપરી પરિસ્થિતિમાં કિશોરસિંહ રાવની સેવાના કારણે આમારો સભ્ય બચી ગયો છે,

જે આનાથી મોટી બીજી કઈ સેવા હોઈ શકે. લોકો જ નહીં પણ,અબોલ મુંગા પશુઓને ઘાસચારો, ગાયોને રોટલા,કબૂતરોને ચણ પણ આપી રહ્યાં છે. આજે લોકોને હોસ્પિટલોમાં પૂરતી સુવિધા મળતી નથી અને ઓક્સિજનની ખૂબ જ અછત જણાઈ રહી છે ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો ખરીદી ધાનેરા સહિત સમગ્ર બનાસકાંઠાના લોકોને જ્યાં જરૂર હોય ત્યાં વિનામૂલ્યે ઓક્સિજનનો જથ્થો પહોંચાડે છે. દિવસ-રાત જોયા વગર માત્ર ને માત્ર લોકોની સેવામાં જ તત્પર રહે છે,

ત્યારે ધાનેરાના લોકો પણ તેમની કામગીરીને બિરદાવી રહ્યા છે. કિશોરસિંહ રાવે જણાવ્યું હતું કે અત્યારે ધાનેરાની કેટલીક હોસ્પિટલોમાં ડોકટરો ખુલ્લેઆમ દર્દીઓને લાખ્ખો રૂપિયાના બિલ બનાવી લુંટી રહ્યા છે,એ બદલ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.

રીપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *