બોટાદ જિલ્લાના રાણપુર પાસે આવેલ શ્રીજી વિદ્યાધામ ખાતે ૫૦ બેડની કોવીડ-૧૯ હોસ્પિટલ શરૂ કરાઈ શ્રીજી વિદ્યાધામના સ્થાપક
બોટાદ જિલ્લાના રાણપુર પાસે આવેલ શ્રીજી વિદ્યાધામ ખાતે ૫૦ બેડની કોવીડ-૧૯ હોસ્પિટલ શરૂ કરાઈ શ્રીજી વિદ્યાધામના સ્થાપક પુજ્ય શ્રીજીસ્વરૂપ સ્વામીની પ્રેરણાથી ઓક્સિજન બેડ અને વિનામુલ્યે રહેવા-જમવાની વ્યવસ્થા સાથે કોવીડ-૧૯ હોસ્પિટલ નો પ્રારંભ કરવામાં આવ્યો
ગુજરાતમાં કોરોના વાયરસના કેસો દિવસે ને દિવસે સતત વધી રહ્યા છે.હાલ તમામ હોસ્પિટલો હાઉસફુલ છે.કોરોના પોઝીટીવ દર્દીઓને સારવાર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર શહેર સહીત સમગ્ર રાણપુર તાલુકામાં કોરોના વાયરસના કેસો મોટા પ્રમાણમાં વધી રહ્યા છે.જેને લઈને રાણપુરમાં કોવીડ-૧૯ હોસ્પિટલ શરૂ કરવા લોકો અને આગેવાનોની સરકાર સામે માંગણી હતી.
મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી.અને રાણપુર તાલુકાના લોકો કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર માટે બોટાદ,ભાવનગર,સુરેન્દ્રનગર જેવા શહેરો માં જવુ પડતુ હતુ અને ત્યા પણ હોસ્પિટલો માં જગ્યાઓ ન હોવાથી રાણપુર પંથકના દર્દીઓને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો હતો.ત્યારે રાણપુર પાસે લિંબડી રોડ ઉપર આવેલ શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે ઓક્સિજન સાથે ૫૦ બેડ ની હોસ્પિટલ ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવતા રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકાના લોકોમાં ખુશી ફેલાઈ ગઈ છે.
શ્રીજી વિદ્યાધામ ગુરૂકુળના સ્થાપક પુજ્ય શ્રીજીસ્વરૂપ સ્વામીની પ્રેરણાથી રાણપુરના આગેવાનોના સહયોગથી કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે સેવાયજ્ઞ ના આશયથી શ્રીજી વિદ્યાધામ ગુરૂકુળ ખાતે શ્રી સ્વામિનારાયણ કોવીડ-૧૯ હોસ્પિટલ નો પ્રારંભ કરવામાં આવ્યો.શ્રી સ્વામિનારાયણ કોવીડ-૧૯ હોસ્પિટલ નુ ઉદ્ધાટન કરવામાં આવ્યુ.રાણપુરની વિશ્વ વિખ્યાત ટેક્ષપીન બેરીંગ કંપનીના માલીક વિશાલભાઈ ભુપેન્દ્રભાઈ મકવાણા,રીયલ સ્પીનટેક્ષ કંપનીના માલીક કૌશરભાઈ કલ્યાણી ના હસ્તે કોવીડ-૧૯ હોસ્પિટલ નો શુભારંભ કરવામાં આવ્યો.
આ સમયે પુર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા,રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ સોલંકી,રાણપુર ડોક્ટર એશોસિએસન તમામ ડોક્ટરોની હાજરીમાં કોવીડ-૧૯ હોસ્પિટલ નો પ્રારંભ કરવામાં આવ્યો.શ્રી સ્વામિનારાયણ કોવીડ-૧૯ હોસ્પિટલ કોવીડ કેર એન્ડ આઈસોલેશન સાથે ૨૦ ઓક્સિજન બેડ સાથે વિનામુલ્યે(ફ્રી)રહેવા-જમવાની સુવિધા સાથે ૫૦ બેડ ની હોસ્પિટલ નો પ્રારંભ કરવામાં આવ્યો.આ કોવીડ-૧૯ હોસ્પિટલમાં વ્યવસ્થાપક કમીટીમાં વિશાલભાઈ મકવાણા(ટેક્ષપીન બેરીંગ),કૌશરભાઈ કલ્યાણી(રીયલ સ્પીનટેક્ષ),ધનશ્યામભાઈ સાવધરીયા,નરેન્દ્રભાઈ દવે,ડો.જગદીશભાઈ પંડ્યા દ્રારા આ શ્રી સ્વામિનારાયણ કોવીડ-૧૯ હોસ્પિટલમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકાના કોરોના પોઝીટીવ દર્દીઓ માટે વિનામુલ્યે કોવીડ-૧૯ હોસ્પિટલ નો પ્રારંભ કરવામાં આવતા રાણપુર પંથકના લોકોમાં ખુશી ફેલાઈ ગઈ છે.
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર