ભવોભવનો સાથઃ પતિ-પત્ની ગામમાંથી એકસાથે ઉપડી અર્થી, ચોધાર આંસુએ રડયું આખું ગામ…!
હિન્દુ શાસ્ત્ર પ્રમાણે લગ્ન જીવનને સાત જન્મોનું બંધન માનવામાં આવે છે. ભારતીય મહિલાઓ પણ પોતાના વ્રતમાં સાત જનમ સુધી આ જ પતિ મળે તેવી મનોકામના કરે છે. તો બીજી તરફ સમાજમાં બહુ ઓછા એવા કિસ્સા બને છે જેમા પતિ-પત્ની બન્નેની જન્મ તારીખ અને મોતની તારીખ એક જ હોય છે. હાલમાં પતિ-પત્નીનાં અજોડ પ્રેમની એક એવી ઘટના સામે આવી રહી છે કે, જેને જાણીને તમને સ્તબ્ધ થઈ જશો. કઠણ કાળજાની વ્યક્તિનું પણ હ્રદય હચમચી ઉઠે, પતિ પત્નીના અમર પ્રેમનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું હતું. ગુજરાતના મોરબી વિસ્તારમાં જ્યારે એક દંપત્તિના મોત બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
પતિ જે આંગણામાં પત્નીને પરણીને લાવ્યો હતો તે જ આંગણેથી બંનેની અર્થી પણ એકસાથે જ નીકળી હતી તેમજ બંને એકસાથે તેમની ચિતાને મુખાગ્નિ આપવામાં આવી હતી. આ દરમિયાન ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. તેમની આંખમાંથી આસૂ સરવા લાગ્યા હતા ભગવાન એક બીજાના જોડા પસંદ કરતા હોય છે અને જીવન મરણ પણ તે જ નક્કી કરતા હોય છે.
જો કે હાલમાં ટંકારા ખાતે બનેલી આ ઘટનાએ સૌને વિચારતા કરી દીધા છે. કારણ કે કોઈ પણ દંપત્તીની જન્મ તારીખ અને મોતની તારીખ ભાગ્યે જ જોવા મળે છે. અહિયાં તમામ લોકો આ દંપત્તિના આત્માને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના કરી રહ્યા છે અને આ અલૌકિક ઘટના અંગે વાત કરતા તેમની આંખમાંથી આંસુ સરવા લાગ્યા હતા.
માત્ર ચાર કલાકની અંદર જ બન્ને પતિ પત્નીના મોત થતા લોકો તેમના પ્રેમ સંબંધને જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. અગ્નિની સાક્ષીએ આપેલા સાથે જીવવા મરવાના કોલને આ દંપત્તિએ સાબિત કરી બતાવ્યો છે. ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના લજાઈ ગામે એકજ દિવસે જન્મેલા વલમજીભાઈ અને તેમના પત્ની દયાબેન નું એકજ દિવસે મૃત્યુ થતા અલૌકિક ઘટના ઘટેલ છે. લજાઈ ગામે જન્મો જનમના સંગાથી એવો પતિ-પત્નીના દિવ્ય આત્માઓએ એક જ દિવસે મહાપ્રયાણ કરેલ છે. જન્મોજન્મના સંગાથ અનેક પ્રેમીઓ, પતિ-પત્નીઓ માંગતા હોય છે. એકજ દિવસે પતિ પત્ની ના મૃત્યુ થયા હોય એવા કિસ્સા ભાગ્યે જ બને છે.
અનેક પુણ્ય આત્માઓ ને પોતાના મૃત્યુની અગાઉથી જાણ થતી હોય છે. વલમજીભાઈ પણ પુનમ ક્યારે છે તે દરરોજ પૂછતા હતાસૌરાષ્ટ્રમાં આવેલા મોરબી જિલ્લામા ટંકારા તાલુકાના લજાઈ ગામના નિવાસી વલમજીભાઇ ગણેશભાઈ વામજા ( ઉંમર વર્ષ ૫૮) અને દયાબેન વલમજીભાઈ વામજા (ઉંમર વર્ષ ૫૮) બંને પતિ -પત્ની નું તારીખ 28/3/21 ના રોજ અવસાન થયેલ છે.
તમને જણાવી દઈએ કે લગભગ સવારે 9 વાગ્યે વલમજીભાઈએ દેહ ત્યાગ કરી દીધેલ હતો. અને ત્યારબાદ તેમના પત્ની દયાબેને પણ 1 વાગ્યાના અરસામાં દેહ ત્યાગ કર્યો હતો. બંનેના મૃત્યુ વચ્ચે ફકત ચાર કલાકનો સમયગાળો હતો. નવાઈની વાત તો એ છે કે પતિ-પત્નીનો જન્મ તારીખ પણ (16/4/64) એક જ દિવસે છે. આવી ઘટના ભાગ્યે જ બનતી જોવા મળતી હોય છે. પરમાત્મા ભવોભવના સંગાથીના દિવ્ય આત્માઓ ને પરમ શાંતી આપે તેવી પ્રભુને પ્રાર્થના…ઓમ શાંતિ શાંતિ…