ભાવનગર,ગંગાજળીયા તળાવ,ફ્રુટ માર્કેટમાંથી ચોરી થયેલ સ્કુટર સાથે આરોપીને ઝડપી લેતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા  પોલીસ અધિક્ષક શ્રી, જયપાલસિંહ રાઠોડ સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા અને એલ.સી.બી.નાં સ્ટાફને ભાવનગર જીલ્લામાં થતી મિલ્કત સંબંધી/વાહન ચોરી સંબંધી ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્‍તાર માં મિલ્કત સંબંધી ગુન્હાઓમાં પકડાયેલ શકદારોની તપાસમાં હતાં.તે દરમ્યાન ભાવ નગર,ગંગાજળીયા તળાવ પાસે આવેલ પથિકાશ્રમ પાસે આવતાં એક શંકાસ્પદ એકટીવા સ્કુટર સાથે ગ્રે કલરનું ટીશર્ટ તથા બ્લેક કલરનું ટ્રેક પેન્ટ પહેરેલ અલ્ફાઝ ઉર્ફે લંબુ અબુભાઇ બેલીમ ઉ.વ.૨૦ ધંધો- કલરકામ ની મજુરી રહે.શેરી નં.૮, રામાપીર નાં મંદિર પાસે,મોતીતળાવ, કુંભારવાડા, ભાવનગરવાળો હાજર મળી આવેલ.તેની પાસે રહેલ બ્રાઉન કલરનું હોન્ડા કંપનીનું એકટીવા સ્કુટર આગળ- પાછળ રજી.નંબર-GJ-04-DF 4708  તેનાં કબ્જામાં રાખવા અંગે તેની પાસે આધાર કે સ્કુટરનાં રજી.કાગળો માંગતાં પોતે ફર્યુ-ફર્યું બોલતો હોય.

આ સ્કુટર તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવા નું જણાતાં સ્કુટર શક પડતી મીલ્કત ગણી કિ.રૂ.૩૫,૦૦૦/- ગણી કબ્જે કરી તેનાં વિરૂધ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશન માં ધોરણસર કાર્યવાહી કરેલ. હાલમાં ચાલતી કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાને લઇ મજકુરને અટક કરતાં પહેલાં તેનો કોરોના ટેસ્ટ કરાવવો જરૂરી હોય.જેથી અલ્ફાઝ ઉર્ફે લંબુને હસ્તગત કરેલ.

મજકુર ઇસમની પુછપરછ કરતાં આજ થી ચારેક દિવસ પહેલાં તે બજારમાં કપડા ની ખરીદી કરવા ગયેલ. ત્યાંથી તળાવમાં ઢાળ પાસે ફ્રુટની હરરાજી થાય છે ત્યાંથી એકટીવા સ્કુટર ચોરી કરેલ હોવાનું જણાવેલ.

આ સ્કુટર અંગે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલ હોય.જેથી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સ્કુટર ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે.

આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ,ભાવનગરનાં હેડ કોન્સ. ભયપાલ સિંહ ચુડાસમા,પો.કોન્સ. ચંદ્દસિંહ વાળા, જયદિપસિંહ ગોહિલ, ઇમ્તીયાઝ ખાન પઠાણ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *