ભાવનગરની હોટલ જનરેશન એક્સમાં ત્રીજા માળે આગની ઘટના બની હતી તેવુ જાણવા મળ્યું
ભાવનગર: શહેરના કાળુભા રોડ પર આવેલી હોટલમાં અચાનક આગની ઘટના બની હતી. જેમાં 60થી વધુ પેશન્ટ સારવાર લઇ રહ્યા હતા.
જેમાં ત્રીજે માળે 304માં ટીવી યુનિટમાં આગ લાગી હતી.તેઓને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જેમાં કોઈને ઈજા થઈ ન હતી.
દર્દીઓને ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયાઘટનાસ્થળે 10 જેટલી 108 સ્થળ પર હતી. પોલીસ GEBના કર્મચારીઓ ફાયર બિગેડ ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા.
રાત્રે 12:24 કલાકે ફાયર બિગેડ ઉપર પહેલો કોલ આવ્યો હતો. ફાયર બીગ્રેડના સ્ટાફ દ્વારા તાત્કાલિક બહાર કાઢી દર્દીઓને ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અમે તમારી સાથે છીએ: જીતુભાઈ વાઘાણીત્રીજે માળે અંદાજે 18 પેશન્ટ આબાદ બચાવ થયો હતો. મુસ્લિમ સમાજ નવાપરા અને સાંઢીયાવાડના મુસ્લિમ આગેવાનો આવીને મદદ કરી હતી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તાત્કાલિક ઘટના સ્થળે આવી જણાવ્યું હતું કે, દર્દીઓએ કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી, અમે તમારી સાથે છીએ