ભાવનગરમાં થયેલ ડબલ મર્ડરનાં ગુન્હામાં રાજકોટ મધ્યસ્થ જેલનાં ફરાર કાચા કામનાં કેદીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સ.ઈ શ્રી એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને જેલમાં સજા કાપતાં કાચા/પાકા કામનાં કેદીઓ વચગાળા રજા ઉપર જઇ હાજર નહિ થવાનાં બદલે ભાગી જતાં હોય.જે કેદીઓને પકડી જેલ હવાલે કરવા માટે સખત સુચના આપેલ
ભાવનગર, નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મામલતદાર કચેરી ખાતે આરોપીઓ વિનોદ જેન્તીભાઇ મકવાણા તથા જેન્તી પોપટભાઇ મકવાણા રહે.ક.પરા, ભાવનગરવાળાને જામીન લેવરાવવા માટે પોલીસ જાપ્તા સાથે લઇ જતાં હતાં.તે દરમ્યાન રાજુભાઇ પોપટ ભાઇ રાઠોડ, જીતેશ ઉર્ફે જીતુ પોપટભાઇ રાઠોડ, સંજય પ્રતાપભાઇ ચૌહાણ, પ્રવિણ પ્રતાપભાઇ ચૌહાણ તથા જેન્તી ચીથર ભાઇ રહે.તમામ ભાવનગરવાળા ઓએ તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી વિનોદ જેન્તીભાઇ મકવાણા તથા જેન્તી પોપટ ભાઇ મકવાણા રહે.ક.પરા, ભાવનગર વાળા ની હત્યા કરેલ. જે અંગે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ આ ગુન્હાનાં આરોપીઓ રાજુ ભાઇ પોપટભાઇ રાઠોડ, જીતેશ ઉર્ફે જીતુ પોપટભાઇ રાઠોડ, સંજય પ્રતાપભાઇ ચૌહાણ, પ્રવિણ પ્રતાપભાઇ ચૌહાણ તથા જેન્તી ચીથરભાઇ રહે.તમામ ભાવનગર વાળાઓ અલગ-અલગ જેલમાં કાચા કામનાં કેદી તરીકે રહેલ આ ગુન્હાનાં કામે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે કાચા કામના કેદી તરીકે રહેલ કેદી જીતેશ ઉર્ફે જીતુ પોપટભાઇ રાઠોડ રહે.કરચલીયા પરા,ભાવનગરવાળો વચગાળાની રજા પર ગયેલ.તેને તા.૧૫/૦૯/૨૦૨૦નાં રોજ જેલમાં હાજર થવાનું હોય.જે હાજર થયેલ નહિ અને ફરાર થઇ ગયેલ આજરોજ
ભાવનગર, એલ.સી. બી. સ્ટાફનાં માણસો નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન હેડ કોન્સ. મહિપાલ સિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર જીલ્લાનાં નિલમ બાગ (એ ડીવીઝન) પો.સ્ટે. ગુ.ર.નં.૧૭૦/૨૦૧૩ ઇ.પી.કો.કલમઃ-૩૦૨ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે રાજકોટ મધ્યસ્થ જીલ્લા જેલમાં કાચા કામનાં કેદી તરીકે રહેલ જીતેશ ઉર્ફે જીતુ પોપટભાઇ રાઠોડ રહે.મોતીગરની શેરી,રાણીકા,કરચલીયા પરા,ભાવનગર વાળો હાલ-મફતનગર, પાણીની ટાંકી સામે,ચિત્રા-સીદસર રોડ,બોરતળાવ, ભાવનગર ખાતે હાજર છે.જેથી બાતમી વાળી જગ્યાએ આવી તપાસ કરતાં જીતેશ ઉર્ફે જીતુ પોપટભાઇ રાઠોડ રહે.મોતીગરની શેરી,રાણીકા, કરચલીયા પરા,ભાવનગર હાલ- મફત નગર,પાણીની ટાંકી સામે,ચિત્રા- સીદસર રોડ,બોરતળાવ, ભાવનગરવાળા હાજર મળી આવેલ. તેઓનો કોરોના ટેસ્ટ કરાવતાં નેગેટીવ આવતાં તેને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવા તજવીજ કરવામાં આવેલ છે.આમ, ભાવનગરમાં સને-૨૦૧૩ની સાલમાં બનેલ ડબલ મર્ડરનાં બનાવમાં રાજકોટ મધ્યસ્થ જેલનાં ફરાર કાચા કામનાં કેદીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સ.ઇ. શ્રી એન.જી.જાડેજા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફનાં હેડ કોન્સ. મહિપાલસિંહ ગોહિલ, જયરાજ સિંહ જાડેજા,મહેન્દ્દભાઇ ચૌહાણ તથા પો.કો. રાજેન્દ્દસિંહ સરવૈયા, ડ્રાયવર ધર્મેન્દ્દસિંહ સરવૈયા તથા મહેન્દ્દસિંહ જાડેજા વિ.સ્ટાફના માણસો જોડાયા હતાં