ભાવનગર જિલ્લાનાં આ ગામમાં આવેલું છે, 100 વર્ષ જુનું દેશનું એક માત્ર ભારત મંદિર!

આપણે સૌ કોઈ દેશવાસીઓ ભારતદેશને પોતાની મા સમજીએ છીએ! જેની ગોદમાં આપણે છે, એ મા એટલે ભારતમાતા. ખરેખર આપણે સૌમાં પ્રેમ,ભક્તિ ભાવના અને અખૂટ આસ્થા અને આત્મવિશ્વાસ છે, ત્યારે આપણે તેમણે કોટી કોટી વંદન કરીએ છે.

ભારતમાતાનું મંદિર ભાગ્યે જ કોઈ શહેરમાં હશે! ચાલો આજે અમે આપને એક અનોખા મદિરની મુલાકાત કરાવીશું જેની અંદર જતાં જ શાંતિની અનુભૂતિ થશે. દરેક શહેરો અને ગામમાં અનેક દેવી દેવતાઓના મંદીર આવેલા હોય છે, પરતું આ મંદિર કહું જ અલગ છે.

ભારત દેશમાં માત્ર એક જ રાજ્યમાં ભારતમાતાનું મંદિર આવેલું છે, ૧૦૦ વર્ષ જૂનું ભારત માતાનું મંદિર એ સમયમાં અંગ્રેજોના કાર્યકાળ દરમિયાનની રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર આજે પણ ઉજાગર કરે છે, એ સમયગાળામાં અહીં વિધવાઓ માટે વણાટશાળા ચાલતી હતી, તો મંદિરની બીજી તરફ હજારો પુસ્તકોથી ધમધમતી લાયબ્રેરી ચાલતી હતી. વિધવા બહેનો માટે ૧૮ જેટલા રૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જેથી તેઓ અહીં રહી શકે. એ ઉપરાંત પરિસરમાં ધ્યાનમંદિર હતું, જેમાં ભોંયરાઓની અંદર સાધકો સાધના કરતાં હતાં.

આ મનમોહક મંદિર ભાવનગર જિલ્લામાં સિહોરથી ૧પ કિ.મી. દૂર મઢડા ગામ ભારત માતાનું મંદિર આવેલું છે.કચ્છી જૈન શિવજી દેવશીએ આ અલભ્ય મંદિરની સ્થાપના કરી હતી.મહાત્મા ગાંધીજી સાથેની સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન ગાંધીજી રેલવે દ્વારા અહીં આવીને સામાજિક પુનરૂત્થાન તેમજ સ્વાતંત્ર્ય ચળવળની ઝુંબેશ ચલાવતા હતા અને આશ્રમી પ્રવૃત્તિઓમાં સહયોગ આપતાં હતાં. આ મંદિર ખાસ વાત એ છે કે, ભારત માતાની મૂર્તિ‌ એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી હતી. જે દેશના નકશા ઉપર ઉભેલી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *