ભાવનગર ના આ દાદા રોજ 1500 પક્ષીઓ ને ભોજન પુરુ પાડે છે

આપણે અનેક સંસ્થા ઓ જોઈ હશે જે ગરીબો ની મદદ કરતા હોય છે પરંતુ આજે તમને એવા એક સેવક ની વાત કરવી છે જે 80 વર્ષ ની ઉમરે પણ પક્ષીઓ ની એવી સેવા કરે છે કે તેમની વાત જાણી તમે તેમને સલામ કરશો. વાત છે ભાવનગર ના સિહોર તાલુકા થી ટાણા જતા ટામટેકરી નામ ની જગ્યા પર રામજી ભાઈ નામના એક દાદા છે જે વર્ષો થી અનેક પક્ષીઓ ને સાચવે છે અને રોજ પાણી અને ચણ ની વ્યવસ્થા કરે છે રામજી ભાઈ મકવાણા સાથે તેનો પરીવાર પણ જોડાયેલો છે જેમા તેમના ધર્મ પત્ની હિરાબેન પણ સહયોગ પુરો પાડે છે.

રામજીભાઈ એક નિવૃત શિક્ષક છે અને છેલ્લા ઘણા વર્ષો થી આ રીતે પક્ષીઓ નુ પેટ ભરે છે રામજીભાઈ નુ કહેવુ છે કે પક્ષીઓ નુ પેટ ભરો તો પરમાત્મા રાજી થાય. રામજી ભાઈ એ સરસ મજાનુ પક્ષી અભયારણ્ય બનાવી દીધુ છે. જેમાં રોજ 1500 થી વધુ પક્ષીઓ ચણે છે અને તેવી જમવાની વ્યવસ્થા રામજી ભાઈ કરે છે. આ અભયારણ્ય મા ચકલી, પોપટ મોર વિવિધ પક્ષીઓ ના અલગ અલગ વિભાગ બનાવેલા છે.

રામજી ભાઈ છેલ્લા 40 વર્ષ થી આ સેવા યજ્ઞ ચલાવે છે અને સાથે અનેક વૃક્ષો નુ જતન તેવો એ કર્યુ છે ખરેખર આજ ના સમય મા પર્યાવરણ નુ આવુ જતન જરુરી છે. ગુજરાતી અખબાર ની ટીમ રામજી ભાઈ ને સો સલામ કરે છે

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *