ભાવનગર ની ઓ માટે આ સ્થળ છે મીની માઉન્ટ આબુ સમાન જાણો વિગતે
ભાવનગર મા અનેક હરવા ફરવાના સ્થળ છે જેમા બોર તળાવ ,કુડા બીચ,કોળિયાક બીચ ( નિષ્કલંક મહાદેવ મંદીર) , ખોડીયાર મંદિર રાજપરા પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ભાવ થી 24 કિલોમીટર ના અંતરે આવેલું તળાજા રોડ ભંડારીયા ગામ પાસે આવેલુ મેલકડી ગામ પાસે ઉત્તમ સ્થળ આવેલું છે આ સ્થળ ચોમાસા ની સીઝન મા જાવા માટે નુ ઉત્તમ સ્થળ છે ત્યા નુ વાતાવરણ એક દમ પ્રાકૃતિક આનંદ આપશે. ડુંગર અને ડુંગર પર આવેલી પવનચક્કી ઓ આનંદ આપશે અને ત્યા આજુબાજુ ના વિસ્તાર મા માલધારી સમાજ વસવાટ કરે છે.
ભાવનગર સીટી થી નજીક માત્ર 40 મીનીટ મા પહોચી જવાતુ હોવાથી રજા ના દિવસો મા અહી લોકો નો જમાવડો રહે છે પણ હજી ઘણા લોકોને આ સ્થળ વિશે માહીતી નથી.
આ સ્થળ પર તમે ગુગલ મેપ ના આધારે આસાની થી પહોચી શકશો અને જો ગુગલ મેપ નો ઉપયોગ ના કરવો હોય તો પણ રસ્તો યોગ્ય હોવાથી લોકો પાસે માહીતી મેળવી તમે ત્યા પહોચી શકો છો મેલકડી ગામ ના નીચેના ભાગ પર શ્રી ધાવડી માતાજી નુ મંદીર આવેલુ છે અને ડુંગર ઉપર શ્રી ખોડીયાર માતાજી નુ મંદીર આવેલું છે. ડુંગર પર થી આજુબાજુ વાડી વિસ્તાર નો નજારો અલૌકિક છે.
આમ ભાવનગર થી નજીક ફરવા લાયક સ્થળો માથી આ સ્થળ ઉત્તમ છે અને જો તમે ફરવા જાવ અને ત્યા ના ફોટોસ અમારી સાથે શેર કરી શકો છો.