ભાવનગર માટે આજ નો દીવસ ઐતિહાસિક, જાણો શુ થયું હતું 15 જાન્યુઆરી 1948માં…
જ્યારે દેશની અખંડિતતાની વાત થાય ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની યાદ આવે છે, જેમણે દેશના તમામ રાજા રજવાડાઓનું એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું, આ વાત જેટલી સરળ લાગે છે, એટલી હતી નહીં! જ્યારે આઝાદીની વાત આવે છે, ત્યારે ભાવનગરનાં કૃષ્ણકુમારસિંહજી યાદ આવી જાય છે. આજે આપણે સ્વતંત્ર દેશમાં રહી રહ્યા છે, ત્યારે તેમાં સૌથી અનેરું યોગદાન ભાવનગરનાં મહારાજનું રહ્યું છે. દેશના તમામ લોકો માટે તેઓ એક મિશાલ બન્યાં હતા કારણ કે, પોતાના બાપ-દાદાની તમામ વારસો એક જ ક્ષણમાં દેશને સમર્પિત કરનાર આ ભાવનગરનાં મહારાજને ખરેખર વંદન છે.
દેશની આઝાદીમાં 15 જાન્યુઆરીનોદિવસ ભાવનગર માટે ખાસ અને ઐતિહાસિક રહ્યોં હતો અને માત્ર ભાવનગર માટે નહીં પણ આઝાદી બાદ ભારતની એકતા અને અખંડિતતા માટે આ દિવસનું અનેરું મહત્વ છે. આ દિવસ ઇતિહાસના સુવર્ણ અક્ષરે લખાયેલો છે. ચાલો આપણે આ દિવસ પર એક નજર કરીએ.15 જાન્યુઆરી,1948ના રોજ ભાવનગરના તે વખતના મહારાજા કૃષ્ણકુમારસિંહજી તાત્કાલિક એક ભાવનગર ધારાસભાની બેઠક બોલાવી તેમાં સરદાર વલ્થભાઈ પટેલને બોલાવ્યા હતા અને તેમની હાજરીમાં ભાવનગરના મહારાજાએ બહુ મોટી જાહેરાત કરી હતી.
મહારાજે ભાવનગરનુ રાજતંત્ર દેશ માટે પ્રથમ અર્પણ કરવાની જાહેરાત હતી. જેથી સેંકડો રજવાડાઓના રાજાઓમાં રાજતંત્ર આપવામાં ભાવનગર દેશનુ પહેલુ રાજ્ય બન્યુ હતુ. જેથી વેરવિખેર હાલતમાં હતા તે ત્યારના રજવાડાઓ એક ભારત દેશની છત્ર હેઠળ આખરે આવી ગયા હતા. જેની પહેલ ભાવનગર રાજ્યએ કરી હતી અને તેમણે પોતાનું રાજપાટ છોડીને આખરે મહારાજે અખંડભારતનાં નિર્માણમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું.