ભાવનગર મા આ જગ્યા પર બની રહ્યો છે eco brecks પાર્ક
Ecobricks એટલે શું?
પ્લાસ્ટિક ની એક-બે લિટર ની બોટલ લેવી. ઘર માંથી નીકળતું Single Use પોલીથીન કે જેને રિસાઈકલિંગ ના કરી શકાય તેને પ્લાસ્ટિક ની બોટલ માં ઠુસી ઠુસી ને ભરવું. એક મહિના નું ઘર માંથી નીકળતું પોલીથીન આ બોટલ માં સમાય જશે. બ્રાન્ડેડ દૂધ ની કોથરીઓ નાખવી નહીં કેમ કે તે રિસાયકલ થઈ શકે છે. કોહવાઈ શકે તેવા પદાર્થો નાખવા નહીં.
Ecobricks ના ફાયદા. જમીન, પાણી, હવા નું પ્રદૂષણ અટકે છે. અનેક ચો. ફૂટ જમીન માં પ્રદુષણ ફેલાવતું પ્લાસ્ટિક એક બોટલ માં સમાઈ જાય છે. આ પોલીથીન ભરેલી બોટલ ના ઉપયોગ રસ્તા બનાવવા, બગીચા માં, બેસવાના ટેબલ વગેરે માં અને અનેક રચનાત્મક કાર્યો માં થઈ શકે. સામાન્ય રીતે આવું પોલીથીન સળગાવી દેવા માં આવે છે, જેના લીધે ભયંકર વાયુ પ્રદૂષણ થાય છે, એ પણ અટકે છે.
ભાવનગર ના દરેક નાગરિક પોતાના ઘરે આવી eco bricks બનાવે અને આ અભિયાન મા ભાવનગર મહાનગર પાલિકા ને સહકાર આપે છે છેલ્લાં એક માસ મા ભાવનગર ના સફાઇ કામદારો અને નાગરિકો પાસે થી 30000 જેટલી બોટલ ભેગી કરી શક્યા છે જેમાંથી ભાવનગર ના અક્વાડા તળાવ ખાતે eco bricks park બનાવાની શરૂઆત થઈ ગઇ છે
એમ. એ. ગાંધી ( IAS) કમિશ્નર શ્રી ભાવનગર મહાનગર પાલિકા તેમજ ભાવનગર ના જાણીતા નેચર activist અને તબીબ ડો. તેજસ દોશી , BMC એક્ઝિકયૂટીવ એનજીનીર વિજય પંડિત ના માર્ગદર્શન નીચે આ પાર્ક બની રહ્યો છે જેમા BMC ની ટીમ ખૂબ જહેમત ઉઠાવી રહી છે જે ગુજરાત મા આવો પહેલો હશે.