ભાવનગર મા સૌનુ પ્રીય હિમ્મભાઈ નુ શાક પુરી, જાણો આ ખાસ વાતો
૪૫ વર્ષ થી એકનો એક ચટાકેદાર સ્વાદ, ભાવનગરીઓ ના દાઢે વળગી ગ્યો છે. બાળકોને તીખું નો લાગે અને મોટાઓ ને મોળું નો લાગે, આ બટેટાના શાકનો સ્વાદ અહીં સિવાય ક્યાંય નઈ મળે, આ શાક ની હજી ઝેરોક્ષ થઈ નથી, ચાખ્યા પછી પણ અંદર ના મસાલાનો ખ્યાલ નથી આવી શકતો…
લસણ – બટેટા અને જાતે બનાવેલા વિવિધ મસાલાઓ ના વઘાર સાથે બનેલું રસા વાળું જાજરમાન શાક, ગરમા ગરમ તળેલી પુરી સાથે વહાલી છાસ એટલે હિંમતના પુરી – શાક.
આંગળા ચાટતા રહી જશો.વર્ષો પેલા લારી હતી, હવે બજરંગદાસ બાપાની કૃપા થી દુકાન છે, હિંમતભાઈ પોતે બાપા ના ભગત, બાપા પોતે સદાવ્રત માં જેમ શાક બનાવતા એનું વર્ણન કરતાં, એ વર્ણન અને એની રેસિપી હિંમતભાઈ ના મગજ માં છપાઈ ગઈ અને આટલા વર્ષોથી એજ સ્વાદમાં બનાવેલું શાક.
બાપા પોતે આવ્યા નથી, હિંમતભાઈ એ એમને ૩ વાર આમંત્રણ આપેલું, બાપા કેતા ઉભાઉભા ધરાઈને જમાઈ નઈ, બાપા છતાં કેતા હું આવ્યો નથી એની શી ખાતરી ! એટલે અત્યારે જે દુકાન થઈ એ બાપાની કૃપા થી થઇ એમ માને છે, જ્યા માણસો ધરાઈને જમે, આજની તારીખે કોઈ પૈસા દીધા વગર જતું રે તો પણ એની પાસે પૈસા મગાતા નથી, એમ મનાય છે કે ભગવાન પોતે આવીને જમી ગયા, અને કોઈ પણ ગરીબ અહ્યાથી ખાલી હાથ જતું નથી, જમવાના પડીકા તૈયાર જ હોય.
જો ભાવનગરી હો અને આ શાક નો ખાધું હોય એવું ભાગ્યે જ બન્યું હોવું જોઈએ.P.S – હવે ઉંધીયું , ઢોકળી નું શાક, થેપલા, શ્રીખંડ, છોલે, ફરસાણ, દાળ ભાત ને ઘણું મળે છે, સ્વાદ પણ એકદમ કાઠિયાવાડી જમણ જેવો જ, સર્વિસ પણ એકદમ ઝડપી.સ્થળ – ખારગેટ , દવે મીઠાઈ ની સામે વાળી ધોબી ગલી જે હવે હિંમતભાઈ શાક પુરી વાળી ગલ્લી થી જ ઓળખાય છે.