ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહજી અખંડ ભારતના એકીકરણમાં તેમજ સૌપ્રથમ લોકશાહીના યજ્ઞમાં આહુતિ આપનાર ભાવનગરના પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા જેમણે પોતાનું સંપુર્ણ ત્યાગીને ગાંધીજીના ચરણે ધરી દીધું હતું

અખંડ ભારતના એકીકરણમાં તેમજ સૌપ્રથમ લોકશાહીના યજ્ઞમાં આહુતિ આપનાર ભાવનગરના પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા જેમણે પોતાનું સંપુર્ણ ત્યાગીને ગાંધીજીના ચરણે ધરી દીધું હતું. જયારે આજે દેશ કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે ભાવનગરની હોસ્પિટલમાંથી થોડા દિવસ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો.સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો તેમાં લોકોને જમીન પર સૂવડાવીને સારવાર આપવામાં આવી રહી હતી. ભાવનગરના યુવરાજે સિવિલ હોસ્પિટલમાં કોરોનાની નબળી કામગીરીને લઈ નારાજગી દર્શાવી હતી, સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની દયનિય સ્થિતિને લઇ યુવરાજ જયવીરરાજસિંહ મેદાને આવ્યા અને રાજકીય પક્ષો, ઉદ્યોગપતિઓ, અધિકારીઓને આડે હાથ લીધા હતા.અને ભાવનગર સ્ટેટના યુવરાજ તરીકે હુંકાર કર્યો હતો.

તેમણ સોશિયલ મીડિયા દ્વારા સ્થાનીક રાજકીય લોકોને કટાક્ષ કરી અને ચેતવણી આપતા કહ્યું હતું કે “જવાબદારી નિભાવી શકતા ન હોવું તો માફી માંગી અને રાજીનામું આપી દો.” અને વધુમાં જણાવ્યું હતું કે “ઉધોગપતિ હોય કે રાજકારણી હું કોઈનાથી ડરતો નથી.” સાથે વધુમાં જણાવ્યું હતું કર જે રાજકીય પક્ષો ધારાસભ્યોને ખરીદવા જે ફંડ વાપરે છે તે દર્દીઓની સારવાર પાછળ ખર્ચ કરવું જોઈએ.ભાવનગરના યુવરાજે કહ્યું, આ પ્રકારની કામગીરી ન ચાલી શકે. પ્રજાએ રાજનેતાઓને સેવા કરવા માટે સત્તા આપી છે. સત્તાના જોરે મજા માણવા માટે નહીં. ભાવનગરની જનતા માટે હું હંમેશા સવાલ ઉઠાવતો રહીશ.

ભાવનગરના યુવરાજે કહ્યું, રાજસ્થાનમાં મહેલો મોટા અને હોસ્પિટલ નાની છે. જ્યારે ગુજરાતમાં આવું જોવા મળશે નહી કારણ કે, આ પ્રજાવત્સલ રાજવીઓનો ગઢ છે. તેમના આ નિવેદન બાદ સિવિલ હોસ્પિટલમાં જમાવડો થવા લાગ્યો હતો. એટલું જ નહી નેક નામદાર યુવરાજ જયવીરસિંહજીએ હાલમાં પોતાની હોટેલ નારાયણી હેરીટેજને કોવીડ ૧૯ સેન્ટરમાં ફેરવીને હાલમાં ચાલતી મહામારીમાં પોતાનો રાજ ધર્મ નિભાવ્યો છે. આજે પણ તેમણે પ્રજાનાં રક્ષણ કાજે કોઈપણ સંકોચ વગર પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા માટે તત્પરતા, ત્યાગ અને બલિદાનની ભાવના પ્રગટ કરી છે.લોક મુખે ચર્ચાએ જોર પકડ્યું છે કે લોકશાહી કરતા રાજાશાહી વધુ સારી હતી.કહેવાય છે કે સંસ્કરો આવતા પણ પેઢીઓ લાગે અને જતા પણ પેઢીઓ લાગે. તેમણ આજે પણ” મારી પ્રજાનું કલ્યાણ થજો”નું મહારાજ કૃષ્ણકુમારસિંહજીનું સૂત્ર જાળવી રાખ્યું છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *