ભાવનગર શહેરની વચ્ચોવચ્ચ વિક્ટોરિયા પાર્ક જંગલ આવેલું છે જોવો તેની અંદર શું શું આવેલ છે
l જાણો વિક્ટોરિયા પાર્કનો બર્થડે 24મૅ !l ભાવનગર શહેરની વચ્ચોવચ્ચ વિક્ટોરિયા પાર્ક જંગલ આવે છે.વિક્ટોરિયા પાર્ક જંગલ વિકસાવવા માટે ભાવનગરના મહારાજાશ્રીને શ્રેય આપવો પડે.ભાવનગરના મહારાજા શ્રી તખ્તસિંહના સમયમાં ઈ.સ.1888માં તેમની ઈચ્છા મુજબ ઈજનેર પ્રોક્ટર સીમ્સ વડે ત્રિકોણઆકારમાં જંગલની રચના કરાવેલ.અને જંગલનું નામ બ્રિટનના રાણી વિક્ટોરિયાના નામ ઉપરથી વિક્ટોરિયા પાર્ક રાખેલ.આ ત્રિકોણાકાર વિક્ટોરિયા પાર્ક 202 હેક્ટરમાં એટલે કે ૫૦૦ એકર જેટલી જમીનમાં ફેલાયેલ છે.આજુબાજુમાં ગૌરીશંકર તળાવ (બોરતળાવ) બનાવ્યું છે.
જેનું પાણી વિક્ટોરિયા પાર્કમાં કૃષ્ણકુંજ તાળાવમાં આવે તેવું આયોજન કરેલુ છે..વિક્ટોરિયા પાર્કમાં પ્રવેશ માટે ત્રણ દ્વાર છે.વિક્ટોરિયા પાર્કમાં શિયાળ, નોળિયા,શાહુડી,સસલા,નીલગાય,ઝરખ,શેળો, ઉંદર,નાગ,ખિસકોલી જેવા અનેક પ્રાણીઓ જોવા મળે છે.ત્યાં હિંસક પ્રાણીઓ જોવા મળતા નથી.આ વિગતો આપણું ભાવનગર પેજ અનુસાર નોંધેલી છે.
વિક્ટોરિયા પાર્કમાં મોર તેમજ અન્ય વિવિધ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે.સ્થળાંતર કરનારા પક્ષીઓ પણ ચોક્કસ સમયગાળામાં જોવા મળે છે.હાલ સવાર સાંજ વોકિંગ તેમજ જોગીંગ માટે માટે ભાવનગરનાં લોકો વિક્ટોરીયા પાર્કની મુલાકાત લે છે.વનસ્પતિ પ્રેમીઓ તેમજ પક્ષીવિદો અને પ્રકૃતિકવિદો પણ અવારનવાર મુલાકાત લેતા હોય છે.વિક્ટોરિયા પાર્કમાં અંદાજે ૫૦૦થી વધુ ઝાડ-પાન,વનસ્પતિઓની જાતિઓ નોંધવામાં આવેલ છે.બીજું ય ઘણું હશે જોવાનું,પણ એ તો જોનારાની નજરમાં હોય.મારા મિત્ર ભાવનગરના તે મુકેશભાઈ પ્રજાપતિ ગત ચોમાસે વિક્ટોરિયા પાર્કમાં મુલાકાતે ગયેલા,તેનાં લાગણીની કુદરતી ભીનાશ નીતરતા 13 છેલ્લા ફોટાઓ એમણે પાડયાં છે.કુદરતી સૂક્ષ્મ વાતાવરણ અને સ્પંદન-વાઈબ્રેશન માણવા તો રૂબરૂમાં જવું રહ્યું હો.શું કિયો છો ભાવેણામિત્રો,ખોટું કહ્યું?!
ભાગ:2 આજે છે વિકટોરિયા પાર્કનો જન્મ દિવસ.વિકટોરિયા પાર્ક ૧૩૩ વર્ષનુ થયુ.ભાવેણા વસ્તીને સ્વચ્છ ઓક્સિજન આપતું વિક્ટોરિયા પાર્ક 202 હેક્ટરમાં ફેલાયેલા આ શહેરી જંગલને નેશનલ પાર્ક તરીકે વિકસાવી શકાય.ભાવનગરનો વિકટોરિયા પાર્ક અનેક આયુર્વેદિક ઔષધિનું ય ઉદ્દગમસ્થાન છે.તો પક્ષીઓની પણ અનેક વિવિધતા છે.
ભૌગોલિકતાની દ્રષ્ટિએ અને કુદરતી સૌંદર્યમાં આ પાર્ક બેજોડ છે.અંદાજિત 202 હેક્ટર જેટલી જમીનમાં પથરાયેલા આ પાર્કથી સવા છ લાખ જેટલા શહેરીજનોને સ્વચ્છ ઓક્સિજન મળે છે.આ પાર્કની સ્થાપના મહારાજા તખ્તસિંહજીએ 24મી મે,1886ના રોજ કરી હતી રાજયના મુખ્ય ઈજનેર પ્રોકટર સીમ્સની દેખરેખ હેઠળ આ પાર્કમાં અનેકવિધ જાતના વૃક્ષો રોપવામાં આવ્યા હતા.
તો સાથો સાથ જુદા-જુદા પ્રકારના વન્યપ્રાણીઓને પણ છૂટા મુકવામાં આવ્યાં હતાં.દેશ આઝાદ થયા બાદ આ પાર્કની જગ્યા વન વિભાગ હસ્તક સોંપવામાં આવી હતી.રાજ્યના લોકો પ્રકૃતિનું સાનિધ્ય માણી શકે છે.પાંચ હેક્ટર વિસ્તારમાં નર્સરી પણ છે.તો સંશોધનો પણ થાય છે.
ત્યારે થોડા વર્ષ પૂર્વે આગના બનાવો અને તે પહેલાં બિલ્ડર લોબીની પેશકદમીને કારણે આ પાર્કની ગરિમા થોડી ઝંખવાણી હતી.તેથી તેમાં ઝડપભેર વધારો કરવા આ પાર્કને નેશનલ પાર્ક તરીકે જાહેર કરી ડેવલપ કરે તો પર્યાવરણ પ્રેમીઓને એક સરકારે પણ રક્ષિતવન જાહેર કર્યું હતું.આ પાર્કની જમીનની ફળદ્રુપતા જોતાં કાંટાળા નાના વૃક્ષો વધુ પ્રમાણમાં ઉગે છે.તો નજીકમાં બોરતળાવ છે.ઉપરાંત વિક્ટોરિયા પાર્કમાં કૃષ્ણકુંજ તળાવ છે.આ તળાવ ત્રણેક દાયકા પૂર્વે ખોદવામાં આવ્યું હતું.
આ તળાવ જળચર સૃષ્ટિ માટે નિવાસસ્થાન છે.ઉપરાંત ભોજનશાળા પણ છે.હવે જો યોગ્ય સ્તરે વિકાસ કરવામાં આવે તો પ્રકૃતિપ્રેમીઓ માટે આ પાર્ક તો એક વિશાળ જીવંત પ્રયોગશાળા ઉપરાંત સાચું અને સારું વિહાર ધામ બની જશે.ભાવેણાની હરિયાળીનું એક મુખ્ય કારણ વિક્ટોરિયા પાર્ક.ભાવનગર શહેરમાં વૃક્ષોની સંખ્યા નોંધપાત્ર છે.અને રાજ્યમાં બીજો ક્રમ મેળવ્યો છે.
તેનું એક મુખ્ય કારણ શહેરમાં આવેલો વિક્ટોરિયા પાર્કનો જંગલ વિસ્તાર છે.મહાનગરપાલિકાના વિસ્તારમાં કુલ 202 હેક્ટર વિસ્તારમાં આવેલા વિક્ટોરિયા પાર્કમાં પ્રતિ એક હેક્ટરે વૃક્ષોની સંખ્યા 1052 છે.જ્યારે શહેરી વિસ્તારમાં પ્રતિ એક હેક્ટરે આ સંખ્યા માત્ર 50.1વૃક્ષની જ છે.પણ આ બન્નેનો ભેગા કરતા સમગ્ર શહેરમાં પ્રતિ એક હેક્ટરે વૃક્ષોની સંખ્યા 89.5 થાય છે.
👉🏾કુલ 422 પ્રકારની વનસ્પતિઓની નોંધણી વિક્ટોરિયા પાર્કમાં વનસ્પતિ શાસ્ત્રીઓએ કુલ મળી 422 જાતની વનસ્પતિઓની નોંધ કરી છે.તેમજ તેના નામ,કુળ,પરિસ્થિતિ,ફુલ અને ફળનો સમય પણ નોંધ્યો છે.422 વનસ્પતિઓમાં 241હર્બ,67વનસ્પતિ, 69 વૃક્ષો અને 45 વેલા હતા.આ 422માં 350 દ્વિદળી અને 72 એકદળી વનસ્પતિની જાતિ હતી.
👉🏾આર્થિક ઉપયોગિતા.વિક્ટોરિયા પાર્કની વનસ્પતિઓની આર્થિક ઉપયોગિતાની વાત કરીએ તો બધી જ વનસ્પતિઓ માનવ અને પ્રાણી જગત માટે એક યા બીજી રીતે ઉપયોગી તો છે જ.જે તે રોગ માટે ઔષધિ તરીકે વપરાતી વનસ્પતિઓમાં આ પાર્કમાંથી ગળો ગોખરૂબીલી,કોઠી,ભાંગરો,મામેજવો,ઇંગોરિયો,વિકળો,અરડૂસી,અરડૂસો,કરંજ,ગરમાળો,સાટોડી,અશ્વગંધા,આંબળા,એલોવેરા, શતાવરી,શિમળો વિ.અનેક વનસ્પતિઓ પાર્કમાંથી મળી આવે છે.
આખા ભાવનગર માટે કાર્બન શોષવાની કુદરતી વ્યવસ્થા.આજે આખા વિશ્વમાં મહાનગરોમાં કાર્બનના શોષણ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.અને તેની પાછળ અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે,ત્યારે ભાવનગર નશીબદાર છે કે તેને કુદરતે કાર્બનના શોષણ માટે વિક્ટોરિયા પાર્કની ભેટ આપી છે આથી તેનું રક્ષણ કરવું એ પ્રત્યેક શહેરીજનની ફરજ છે.
👉🏾166 પ્રકારના પક્ષીઓની પ્રજાતિનો વસવાટ વિકટોરિયા પાર્કમાં પક્ષી સૃષ્ટિ વિપુલ પ્રમાણમાં વિચરે છે.આ પાર્કમાં 166 પ્રકારના પક્ષીઓની પ્રજાતિ નોંધાઈ ચૂકી છે.તો સરિસૃપ વર્ગમાં ચાર પ્રકારના ઝેરી અને13 પ્રકારના બિનઝેરી સાપ નીલગાય ઝરખ શિયાળ સસલાઓ જેવા પ્રાણીઓ પણ છે.એથી વિશેષ શુ જોઈએ હેં.