ભાવનગર સ્ટેટ નુ રાજ ચિન્હ અને તેની પાછળ નુ મહત્વ શુ હતુ જાણો..
આપણુ ભાવનગર ભાવ સભર આઝાદી ના આટલા વર્ષો પછી પણ આપણા ભાવેણા ની અમુક બાબતો ભુલી શકાય તેમ નથી. ભાવનગર ના રાજા મહારાજા ઓ એ ભાવનગર મા અનેક એવા કામો કર્યા છે જે વિસરી શકાય તેમ નથી પરંતુ આજે આપણે ભાવનગર સ્ટેટ ના રાજ ચિન્હ ની વાત કરવાની છે.
આઝાદી પહેલા સૌરાષ્ટ્ર ના 226 જેટલા રજવાડા હતા અને દરેક સ્ટેટ ના રાજ ચિન્હ હતા જે રાજ્ય ની કોઈ મહત્વ ની બાબત પ્રતીત કરતા અને રાજય ની શુ ખાસીયત છે તે દર્શાવતા ભાવનગર નુ રાજ ચિન્હ ફોટો મા જે છે તેની એક ખાસીયત હતી, ભાવનગર સ્ટેટ ના બંદરો વેપાર થી ધમધમતા હતા. અને ઘણી મોટા પાયે આયાત નીકાસ થતી હતી.
આ વ્યાપાર ને ન પ્રતિત કરવા અને ખાસીયત હતી તેથી રાજ ચિન્હ મા સૌથી પર વહાણ હતુ અને ચિન્હ મા વચ્ચે બાઝ છે અને બાઝ શક્તિ નુ પ્રતીક છે એટલે સંદેશો આપવા માટે ભાવનગર શક્તિશાળી સ્ટેટ છે અને ભાવનગર સ્ટેટ ખેતી પ્રધાન સ્ટેટ હતું.
સ્ટેટને ખેતીમાંથી સારી એવી રેવન્યુ મળતી હતી. ખેતી માટે અનિવાર્ય એવા બળદોનું સમાજમાં ખુબ મહત્વ રહેતું હતું. તેથી જ રાજચિહ્નમાં તેમને પણ સ્થાન અપાયું હતું.
આ ઉપરાંત ચિન્હે મા ‘મનુષ્ય યત્ન ઈશ્વરકૃપા” લખેલું છે જે સુંદર સંદેશ આપે છે કે દરેક માનવી સફળતા માટે પ્રયત્ન કરતો હોય છે પણ અંતે તો
ઈશ્વરકૃપા જ મહત્ત્વની હોય છે.’