ભાવનગર: હોસ્પીટલ ના ત્રીજા માળે થી કુદી કોરોના પોઝિટીવ દર્દી એ આત્મહત્યા કરી લીધી
હાલ કોરોના ના લીધે સ્થિતી ખુબ ગંભીર બની છે ગુજરાત અને સાથે ભાવનગર મા કોરોના નુ સંક્રમણ સતત વધી રહ્યુ છે ત્યારે એક ઘટના ભાવનગર ની સર ટી હોસ્પીટલ મા બની છે જેમા કોરોના પોઝિટીવ દર્દી એ આત્મહત્યા કરી લીધી છે.
જાણવા મળતી વિગતો અનુસાર શહેરના પ્રભુદાસ તળાવ આણંદનગર વિહાર અખાડા પાસે રહેતા અરવિંદ વાલજી કણોતરા ઉંમર વર્ષ 45 નામના યુવાનની તબિયત થોડા દિવસથી બગડી હોવાથી તેમને કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં તેઓ પોઝિટિવ આવતા સારવાર લઇ રહ્યા હતા.એક દિવસ પહેલા દર્દીની તબિયત વધુ ખરાબ થતા ભાવનગર સર ટી હોસ્પિટલના નવા બિલ્ડીંગના ત્રીજા માળે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ગઈકાલે મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ કોઈ કારણોસર ત્રીજા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી હતી. મૃતક યુવાનને પરિવારમાં બે-દીકરી છે અને હાલ મૃતકને હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડવામાં આવેલો છે હાલ કોરોના ના ભય ને લીધે લોકો ની માનસિક સ્થિતિ પણ ખરાબ થય રહી છે ત્યારે લોકો માનસિક રીતે શાંત રહેવુ પણ જરુરી છે.