ભૂલ થી એક વ્યક્તિ એ જ્યારે મહારાજને પથ્થર માર્યો! ત્યારે ભાવનગર મહારાજે જે કર્યું,તે ઘટના સાંભળીને ગૌરવ થશે
કહેવાય છે કે, ભાવનગરના રાજાને તોલે કોઈ ન આવે તેમની ખાનદાની અને ખુમારી તો યુગો યુગ સુધી વખણાય છે. તેમનું વ્યક્તિત્વ અને સામર્થ્ય પ્રજાજનોનાં લોક હૈયામાં ગુંજે છે,આજે આપણે તેમના જીવનના એવા જ ત્રણ ખાસ પ્રસંગો વિશે જાણીશું જેનાથી તમને ખ્યાલ આવશે કે ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી કેવા પ્રતાપી મહારાજ હતા.
એકવાર મહરાજ પોતાના બાગમાં બેઠાં હતાં આજ દરમિયાન એક પથ્થર કોઈ ફેંક્યો અને તેમના કપાળ પર વાગ્યો. ઘા જોઈને સૈનિકો તપાસ કરી અને એક દયનિય હાલતમાં એક વૃદ્ધ વ્યક્તિને લઈ આવ્યા અને ત્યારે તેને મહારાજ સામે કહ્યું કે, હું બસ અહીંયા થી જતો હતો અને આ મીઠાં બોર જોઈને થયું કે ચાલ એકાદ ખાઈ લવ તો પેટની આંતરડી ઠરે. બસ એટલે પાણો ફેંક્યો! આ સાંભળી મહરાજ માણેક મોતીનો હાર કાઢીને આ વ્યક્તિને આપ્યો અને કહ્યું કે જો એક બોરડીને પથ્થર મારવાથી તે મીઠાં બોર આપી શકે તો હું તો રાજા છું તો મારે આટલું તો આપવું જ જોઈએ નહિ તો ભાવેણા ની ધરતી લાજે.
ખરેખર આ વાત સાંભળીને તમે વિચાર કરો કે, આ મહારાજનું વ્યક્તિત્વ કેવું હશે અને કેવા પ્રજાપ્રેમી રાજા હશે.જ્યારે સરદાર વલ્લલભાઈ પટેલ રાજાજી પાસે એકીકીરણ ની વાત લઈને આવ્યા ત્યારે બસ તેમણે આ વાત ને માની લીધી અને એટલું કહ્યું કે હું મહારણીને બસ પૂછી આવવું કારણ કે તેમના પિયરથી લાવેલ વસ્તુઓ પર માત્ર તેમનો હક્ક છે બાકી બધું હું આપવા તૈયાર છું. જ્યારે મહારાજ મહારાણીને પૂછ્યું ત્યારે તેમને કહ્યું કે જ્યારે હાથી જતો હોય ત્યારે આંબાવાડી ઉતારવાની ન હોય આવી હતી ભાવનગર રાજવી પરિવારની ખાનદાની જેને દેશ માટે સર્વસ્વ આપર્યુ.