મમ્મી-પપ્પાએ ઠપકો શું આપ્યો, આ ટેણીયાએ પોતાનું બનાવ્યું અલગ જ ઘર

ટીનેજમાં પેરેન્ટ્સ સાથે નાનીમટી મગજમારી સામાન્ય વાત છે. પરંતુ શું આ મગજમારીનો ગુસ્સો એટલો તીવ્ર હોઈ શકે કે ટીનેજર તેના ઘરની બહાર પોતાની સગવડ માટે અન્ડરગ્રાઉન્ડ ઘર તૈયાર કરી લે. સ્પેનમાં એન્ડ્રસ કેન્તો નામના 14 વર્ષના ટેણિયાએ આ કમાલ કરી બતાવી છે.

એન્ડ્રસ જ્યારે 14 વર્ષનો હતો ત્યારે ટ્રેકસ્યુટ પહેરવાની બાબતે તેના પેરેન્ટ્સ સાથે બબાલ થઈ. આ બબાલના લીધે એન્ડ્રસને એટલો ગુસ્સો આવ્યો કે તેણે ઘરની બહાર તેનું અન્ડરગ્રાઉન્ડ હોમ બનાવી ત્યાંજ વસવાટ કરવાનો વિચાર કરી લીધો. ગુસ્સામાં તેણે કુહાડી અને પાવડો ઉઠાવ્યો અને પોતાનું અન્ડરગ્રાઉન્ડ બંકર તૈયાર કરવા લાગ્યો. જોકે આ કરવામાં તેને ગણતરીના કલાકો નહિ પરંતુ 6 વર્ષ લાગી ગયા. આજે એન્ડ્રસ 20નો થયો. ફાઈનલી તેનું અન્ડરગ્રાઉન્ડ હોમ બનીને રેડી છે. તેનો શ્રેય તેના સ્વપ્રયત્નોને જ જાય છે.

ટ્રેકસ્યુટને લીધે મગજમારી થઈ
એન્ડ્રસ જ્યારે 14 વર્ષનો હતો ત્યારે તેના પેરેન્ટ્સે એક સોશિયલ ફંક્શનમાં જવા માટે કપડાં બદલવા માટે કહ્યું, પરંતુ એન્ડ્રેસે જીદ્દ પકડી કે તે જશે તો ટ્રેકસ્યુટમાં જ નહિ તો નહિ જાય. તેના પેરેન્ટ્સ ફંક્શનમાં ચાલ્યા ગયા અને એન્ડ્રેસે ગુસ્સામાં અન્ડરગ્રાઉન્ડ હોમનું ખોદકામ શરૂ કરી દીધું.

મહામહેનતે બન્યું અન્ડરગ્રાઉન્ડ હોમ
એન્ડ્રસને શરૂઆતમાં 3 મીટર માટી ખોદતાં 14 કલાક લાગ્યા હતા. હાલ એન્ડ્રસના નવાં ઘરમાં 2 રૂમ છે. તેમાં વાઈ ફાઈ અને મ્યુઝિક ફેસિલિટી પણ છે. આ પ્રોજેક્ટમાં તેને €50 (આશરે4500 રૂપિયા)નો ખર્ચો થયો.

ગરમીમાં અન્ડરગ્રાઉન્ડ હોમ શીતળતા આપે છે
એન્ડ્રસ ઉનાળામાં તેનો મોટા ભાગનો સમય અહીં જ વિતાવે છે. અન્ડરગ્રાઉન્ડ હોવાથી આ જગ્યાનું તાપમાન 20 કે 21 ડિગ્રી સેલ્સિયસ રહે છે. એન્ડ્રસ મ્યુઝિકની મજા માણવા અને લંચ કે ડિનર કરવા તેના નવાં ઘરની અવારનવાર વિઝિટ કરતો હોય છે.

માતાપિતાને એન્ડ્રસના આ કામથી કોઈ આપત્તિ નહોતી
એન્ડ્રસે ગુસ્સામાં શરૂ કરેલું કામ તેનો એક પ્રોજેક્ટ બની ગયું હતું. એન્ડ્રસના પેરેન્ટ્સે તેને ક્યારેય અન્ડગ્રાઉન્ડ ઘર બનાવતાં રોકવા માટે રોક્યો નહોતો. એન્ડ્રસ હાલ 20 વર્ષનો છે તે કહે છે ખબર નહિ કેમ તેણે ઘરના ગાર્ડનમાં ખોદકામ શરૂ કરેલું પણ અત્યારના પરિણામને જોઈને તે ખુશ છે. એન્ડ્રસના અન્ડરગ્રાઉન્ડ હોમ મેકિંગનો વીડિયો હાલ ઈન્ટરનેટ પર જબદરસ્ત વાઈરલ થઈ રહ્યો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *