મહાપાલિકા વિસ્તારમાં કોરોના સંક્રમણ વચ્ચે વેપાર ધંધા ચાલું રખાતા ભાવનગરમાં જાહેરનામા ભંગથી વધુ આઠ દુકાનો , ઓફિસોને સીલ કરાઈ શેરડીપીઠનો ડેલો , એમ.જી. રોડ પર તંત્ર દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી
મહાપાલિકા વિસ્તારમાં કોરોના સંક્રમણ વચ્ચે વેપાર ધંધા ચાલું રખાતા ભાવનગરમાં જાહેરનામા ભંગથી વધુ આઠ દુકાનો ઓફિસોને સીલ કરાઈ શેરડીપીઠનો ડેલો એમ.જી. રોડ પર તંત્ર દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી
ભાવનગરમાં કોરોના સંક્રમણ જારી છે ત્યારે રોજબરોજ નવા નવા કેસ પ્રકાશમાં આવી રહ્યા છે આવા સંજોગોમાં વેપાર ધંધા બંધ રાખવા જાહેરનામુ બહાર પાડવા છતા તેનો ભંગ કરવામાં આવતા આજે વધુ ૮ દુકાનો, ઓફિસો સીલ કરવામાં આવી હતી જેમાં શહેરના શેરડી પિઠના ડેલામાં યોગીરાજ બિલ્ડીંગમાં અવોલ સોની કામ કરતા હીતેષભાઈ ચુડાસમા વિમલભાઈ લંગાળિયા જલાલભાઈ બંગાળી અને વરુણભાઈને દુકાનને સીલ કરવામાં આવી હતી, તેમજ રૂપા ચેમ્બર્સમાં શેરડી પીઠના ડેલામાં સોની કામ કરતા ઈકરામ હુસેન બોમ્બે કાસ્ટીંગ રફીકભાઈની ઓફિસ સાહેલ ગોલ્ડ પોલીશ અને એમ.જી.રોડ પર આવેલી દેસાઈ બ્રધર્સ નામની દુકાનો સીલ કરવામાં આવી હતી.