મહિલાએ 6 કિલો વજન અને 2 ફૂટ હાઈટ ધરાવતા બાળકને જન્મ આપ્યો, ડૉક્ટરો પણ ખંજવાળી રહ્યા છે માથું…!

બ્રિટનમાં એક મહિલાએ એવા બાળકને જન્મ આપ્યો જેને જોઈને તે ખુદ આશ્ચર્યચકિત રહી ગઈ. હકીકતમાં આ બાળક એટલું મોટું અને વજનવાળુ હતું કે નવજાતનું વજન માપવા માટેનું ત્રાજવું પણ નાનું પડી ગયું. એટલું નહીં આ બાળકને ગર્ભમાંથી બહાર કાઢવા માટે ડૉક્ટરોને પણ વધારે જહેનત કરવી પડી હતી.

મહિલાના જણાવ્યા અનુસાર, જ્યારે તે પ્રેગ્નન્ટ હતી ત્યારે તેને ભૂખ પણ ઓછી લાગતી હતી, તેમ છતાં 27 વર્ષની ઉંમરમાં એમી સ્મિતે સિઝેરિયન દ્વારા 6 કિલોના બાળકને જન્મ આપ્યો. બાળકનું વજન અને હાઈટ જોઈને હૉસ્પિટલ સ્ટાફ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયો.

બાળકનું વજન 6 કિલો છે:-બાળકનો જન્મ 25 માર્ચે બક્સના ચેડિંગ્ટન સ્થિતિ ઘરની નજીકની હોસ્પિટલમાં થયો હતો. જ્યારે દીકરા ઝિકનો જન્મ થયો ત્યારે તેનું વજન 12.9 lbs એટલે કે લગભગ 6 કિલોનું હતું. એટલું જ નહીં, તેની લંબાઈ લગભગ 2 ફૂટ હતી. એમી અને તેનો પતિ ઝેક બાળકને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તે ઉપરાંત જ્યારે ત્રાજવા પર તોલવા માટે રાખવામાં આવ્યો તો તેમાં પણ તે સમાયો નહીં.

બાળકને ઉચકવા માટે બે લોકોની જરૂર પડી:-એમીના જણાવ્યા પ્રમાણે, બાળકનું વજન એટલું બધું હતું કે તેને ઉચકવા માટે બે લોકોની જરૂર પડી. ડિલિવરીના સમયે મારી આસપાસ ઘણી મહિલાઓ હતી, અને મેં તેમાંથી કોઈ એકને એવું કહેતા સાંભળી કે મને કોઈની મદદ જોઈએ, કેમ કે તે ઘણો મોટો છે. જ્યારે તેમને બાળકને મને અને ઝેકને બતાવવા માટે સ્ક્રીનથી ઉપર ઊંચક્યો તો મારો પહેલો શબ્દ ‘Hell’ હતો.

એમીએ આગળ જણાવ્યું કે, અમે ત્રણ મહિનાના બાળકની સાઈઝના કપડા લીધા હાત જેથી તેને થઈ જાય પરંતુ તે કપડાં તેને ન થયા અને તેની સાઈઝ કપડાં લેવા પડ્યા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *