માંગરોળ ના લોએજ ગામે કોરોના દર્દીઓ માટે વિશેષ સેવા આપતું રામાપીર યુવા ગ્રુપ સંચાલિત કોવીડ કેર સેન્ટર

લાલાભાઇ નંદાણીયા એ આર્થિક ફંડ એકત્ર કરી 100થી વધુ વ્યક્તિઓ ને વિના મુલ્યે સારવાર આપાવિ અનેક લોકોને કોરોના ના કાળ માંથી પીડાતા બચાવ્યા અને પુણ્યનુ ભાથું બાધ્યું સમગ્ર ભારત કોરોનાની બીજી લહેર ના કહેર થી ત્રસ્ત બની લોકો ત્રાહિમામ પોકારતા હતા ત્યારે સમગ્ર ગુજરાત માં ખાનગી અને સરકારી હોસ્પિટલ માં દર્દીઓ ને બેડ મેળવવો પણ મુશ્કેલ બન્યો ત્યારે સેવાભાવી લોકો અને સંસ્થાઓ લોકો ની વ્હારે આવતા જોવા મળ્યા હતા માંગરોળ ના લોએજ ગામના રામદેવપીર યુવા ગ્રુપ અને લાલાભાઇ નંદાણીયાના આયોજન થી ગામની બક્ષીપંચ કુમાર છાત્રાલય માં 40બેડ નુ કોવીડ કેર સેન્ટર ચાલુ કરવામાં આવ્યુ

જેમાં સૌરાષ્ટ્ર અને જૂનાગઢ ના નામાંકિત એમ.ડી. ડોક્ટર ચિંતન યાદવ,જતીન સોલંકી પ્રિયાંક મેર,ઉદય જલુની દેખરેખ અને સારવાર નીચે 100થી વધુ કોરોના દર્દીઓ ને વિનામૂલ્યે સારવાર આપી કર્યા છે કોરોના મુક્ત કરી દવા ઓક્સિજન ભોજન અને સાથે આવેલા દર્દીઓ સગાને પણ રહેવા જામવાની વિના મુલ્યે સેવા આપીને પુણ્ય નુ ભાથું બાંધ્યુ છે આજે પણ આ કોવીડ કેર સેન્ટરમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે એક મહિનાથી પણ વધુ આ કોવીડ કેર સેન્ટર લાલાભાઇ નંદાણીયા જેવા સેવાભાવી યુવાન ની દેખરેખ અને સંચાલન તળે કામગીરી કરી રહ્યુ છે.

ત્યારે કોરોના ને મ્હાત આપી સ્વસ્થ થનાર દર્દીઓ પણ આવા સેવાભાવી લોકો ને આશીર્વાદ આપી આભાર માની રહ્યા છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર ના નામાંકિત ડોક્ટર ચિંતન યાદવ સાહેબ પણ આ કોવીડ કેર સેન્ટર માં સેવા આપી પોતાના મંતવ્ય ના જણાવ્યું કે ખરેખર લોએજ ખાતે કાર્યરત આ લાલાભાઇ સંચાલિત કોવીડ કેર સેન્ટર લોક ફાળા થી ખુબ જ સામાન્ય લોકો માટે આશીર્વાદ સમાન બન્યુ છે અને અનેક લોકોને કોરોના જેવી મહામારીના કાળમાં હોમાતા બચાવ્યા છે ત્યારે આવા કપરા સમય માં યુવાનો આગળ આવી આવી નિસ્વાર્થ સેવા કરે તે ખુબ સરાહનીય બાબત ગણી શકાય તે માટે લાલાભાઇ નંદાણીયા ને અભિનંદન આપવા ઘટે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *