મામા કોઠા રોડ,અંબીકા પ્રાથમીક શાળાની બાજુના ખાંચા માંથી એક ઇસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી
ગુજરાત રાજ્યના DGP શ્રી દ્રારા ગુજરાત રાજ્યમાં માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો ઝડપી પાડવા સારૂ અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા સારૂ ખાસ ઝુંબેશ હાથ ધરેલ છે અને ગુજરાત એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લામાં નાર્કોટિક્સ અંગેના કેસો શોધી કાઢવા અભિયાન આરંભેલ છે
તેના ભાગ રૂપે ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર એસ.ઓ.જી. શાખાને જીલ્લામાં થતા નાર્કેટીક્સ હેરા ફેરી-વેચાણ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સુચના હેઠળ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા સાહેબની રાહબરી નીચે એસ.ઓ.જી.પોલીસને મળેલ બાતમી આધારે યશ ઉર્ફે જીગરભાઇ મુકેશભાઇ ગોહેલ /કોળી ઉવ.૨૦ ધંધો:-મજુરીકામ રહેવાસી-મામા કોઠા રોડ, અંબીકા પ્રાથમીક શાળાની બાજુના ખાંચામાં,ભુતનાથ મહાદેવ મંદિર વાળા ખાચામાં ભાવનગર વાળાને તેના ઘરેથી સુકો ગાંજો વજન ૬૫૦ ગ્રામ કિ.રૂ.૬૫૦૦/- તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ કિ.રૂ.૧૧,૫૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી મજકુર આરોપી સામે NDPS એક્ટ તળે કાયદેસર કાર્યવાહી આરોપી સામે એસ.ઓ.જી.ના યુસુફખાન પઠાણએ ફરિયાદ આપી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.આ રેઇડ દરમ્યાન ભાવનગર એફ.એસ.એલ.નાઅધિકારીશ્રી આર.સી.પંડયા સાહેબે સ્થળ તપાસની કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ હતું
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબની રાહબરી હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના જગદીશભાઇ મારૂ તથા યુસુફખાન પઠાણ તથા વિજયસિંહ ગોહિલ તથા જીતેન્દ્રસિંહ જાડેજા તથા મહાવીરસિંહ ગોહીલ તથા પ્રદીપસિંહ ગોહીલ તથા બાવકુદાન ગઢવી તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા પોલીસ કોન્સ. પાર્થભાઇ પટેલ તથા હારીતસિંહ ગોહીલ તથા સોહીલભાઇ ચોકીયા તથા મનદીપસિંહ ગોહિલ તથા વિશ્વજીતસિંહ ઝાલા ડ્રાઇવર ભગીરથસિંહ રાણા તથા પરેશભાઇ પટેલ જોડાયા હતા.