મારું ગામ કોરોના મુક્ત ગામ કાર્યક્રમ અંતર્ગત રાણપુરના જાળીલા ગામે બેઠક યોજાઈ
મારું ગામ કોરોના મુક્ત ગામ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે બેઠક યોજાઈ.જેમાં જાળીલા જિલ્લા પંચાયત સીટ નીચે આવતા ગામો કઈ રીતે કોરોના મુક્ત બને એના માટે જરૂરી સલાહ-સુચન,માર્ગદર્શન કરવામાં આવ્યું હતુ અને એના માટે જરૂરી આઇસોલેશન વોર્ડ ની વ્યવસ્થા કરવા સુચના આપવામાં આવી હતી આ પ્રસંગે પ્રદેશ ભાજપના આગેવાન સુરેશભાઈ ગોધાણી,નરેન્દ્રભાઈ દવે તથા રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ સોલંકી,જિલ્લા પંચાયત કારોબારી સમિતીના ચેરમેન ભગુભાઈ દાયમા,રાણપુર તાલુકા વિકાસ અધિકારી,જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી રંગુવાલા સહીત ભાજપના આગેવાનો તથા તાલુકા પંચાયત ના સદસ્યો તથા સરપંચ અને તલાટીઓ હાજર રહ્યા હતા
તસવીરઃવિપુલ લુહાર