માલદીવ જેવા ફરવાલાયક સ્થળ ગુજરાત મા પણ છે જયા તમે વેકેશન માણી શકો છો

ગુજરાત ખરેખર ધન્ય છે કારણ કે,  આપણને 1600 કિમી દરિયા કિનારો ભેટમાં મળ્યો છે, જે બીજાં કોઈ રાજ્યને આટલો દરિયા કિનારો નથી મળ્યો. ઘણાં લોકો બીચની ખુબસુરતી માણવા માટે ગોવા તેમજ બીજાં અનેક દેશોમાં જતાં હોય છે,પરતું આજે અમે તમને ગુજરાતનું ડેસ્ટિનેશન પ્લેસ વિશે જણાવીશું જે વિદેશીઓનાં પ્રવાસીઓ માટે પણ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ચાલો ત્યારે અમે આપને આ સ્થળ વિશે માહિતગાર કરીએ.

માંડવી બીચ અથવા દરિયા કિનારો ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી દરિયાકિનારે આવેલું એક સુંદર સ્થળ છે. અહીં દરિયાકિનારે વીજળી પેદા કરવા માટે પવનચક્કીઓનું વિન્ડ ફાર્મ આવેલું છે. આ કિનારો કાશી-વિશ્વનાથ બીચ તરીકે પણ ઓળખાય છે. વર્ષો પહેલા ભારત મસાલા માટે વિશ્વવિખ્યાત હતો. આ મસાલાનું નિકાસ તેમ જ અન્ય દેશો સાથે દરિયાયે માર્ગે થતા વેપારમાં માંડવીમાં આવેલ બંદર મોખરે હતું. એમ કહી શકાય કે માંડવીમાં આવેલ બંદરે જ ભારતને વિશ્વ  સાથે સૌ પ્રથમ જોડવાની શરૂઆત કરી છે.

કચ્છમાં આવેલ આ તાલુકો સતત સેન્ટર ઓફ અટ્રેક્શન બની રહે છે. તેનું કારણ છે કે અહીં આસ્થામાં વિશ્વાસ ધરાવતા લોકો માટે મંદિરો છે. તો નૈસર્ગિક વાતાવરણને માણવામાં રસ ધરાવતા લોકો માટે એવા પોઈન્ટ્સ છે તો મ્યુઝિયમ માણવા ઈચ્છતા લોકો માટે અહીં સંગ્રહાલયો છે, મહેલો છે, અને સૌથી વિશેષ દરિયાકિનારો. સ્વચ્છ અને શાંત દરિયાકિનારો અને ત્યાં તમને માણી શકાય તેવા મેળાઓ પણ જોવા મળી જાય એટલે અહીં આવનાર લોકોને જલસો પડી જાય.

આ બીચ આજે ગોવાની જેમ ડેસ્ટિનેશન પ્લેસ બન્યું છે. અહીંયા દર વર્ષે બીચ ફેસ્ટિવલ યોજાય છે, જેમાં અનેક પ્રવાસીઓ આનંદ માણે છે અને તેની ખૂબ સુરતીનું વર્ણન શબ્દોમાં ન કરી શકાય તેમજ માંડવીમાં આવેલ વિજય વિલાસ પૅલેસ માત્ર બહારથી જોતા જ તમને રાજાશાહી યાદ આવી જશે. રાજાઓએ પોતે વાપરેલી વસ્તુઓની સાચવણી કરીને રાખવામાં આવી છે. તે સમયે રાજાઓએ શિકાર કરેલ પ્રાણીઓના દાંત, હાડકાં, ઘરેણાં, વાસણો બધું સાચવીને રાખવામાં આવ્યું છે તેમજ તેને પર્યટકો જોઈ શકે એ રીતે રાખવામાં આવેલ છે.

માંડવીમાં આવેલ અંબેધામ લાખો ભાવિ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે.અહીં બનાવવામાં આવેલ મંદિર એટલું સુંદર છે.અહીં ગુફાની અંદર મંદિર તેમજ દેવમૂર્તિઓનું સ્થાપન કરેલ છે. અહીં રામસેતુ માટે જ પત્થરનો ઉપયોગ થયો હતો તેનો એક નમૂનો પણ રાખવામાં આવ્યો છે આ પત્થર તમે પોતે પાણીમાં તરતો જોઈ શકો છો. જો તમે માંડવી આવ્યા જ છો તો માંડવી ગેટ જોયા વિના પાછા આવો એવું તો શક્ય જ ન બને. માંડવી ગેટ એ ભારત ગેટ જેવું એટ્રેક્ટિવ છે. માંડવીની ભવ્યતાનું ચોક્કય ઉદાહરણ ઉભું કરે છે આ માંડવી ગેટ તેથી એક વાર તો જવું જ જોઈએ અને અહિયાં દાબેલીનો સ્વાદ અચૂક માણવું જોઈએ.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *