મિત્રો આ કળિયુગ માં આવા સંતો ભાગ્યેજ હોય છે પૂજ્ય કાળુબાપુ પોતે કોળી નું દૂત છે અને કંતાન ના વસ્ત્રો જ પહેરે છે
શ્રી કાળુબાપુ (મુની આશ્રમ-હડમતીયા) મિત્રો આજે એવા સંત ઓલીયા ની વાત કરવી છે જે આ કળિયુગ માં પણ ઈશ્વર નો સાક્ષાત્કાર કરાવે એવી મહાન વિભૂતિ છે.ભાવનગર જિલ્લા ના ઉમરાળા તાલુકા નું હડમતીયા ગામ જે રંઘોળા થી 6km ના અંતર પર આવેલું છે જ્યાં કાળુબાપુ બિરાજમાન છે ઘણા વર્ષો થી બાપુ એ અનાજ નથી લીધું અને બોલી શકતા હોવા છતાં મૌનવ્રત ધારણ કર્યું છે.
બાપુ નો નિયમ છે ભૂખ્યા ને રોટલો આપવો મિત્રો આજે હડમતીયા અનેક શ્રદ્ધાળુઓ નું આસ્થા નું કેન્દ્ર બની ગયું છે પૂજ્ય બાપુ એ સતાધાર ના પાડાપીર ની ઘણા વર્ષો સુધી સેવા પણ કરેલી અને રૂપાવટી શામળા બાપુ ની પ્રેરણા થી ઘણા વર્ષો પહેલા હડમિયા મુનિબાપુ ના આશ્રમ ખાતે બાપુ પધાર્યા અને એ પછી બાપુ ક્યારેય પણ આશ્રમ ના દરવાજા બહાર પગ પણ નથી મુક્યો.અને સતત રામ નામ નો જાપ જપે છે
ઘણી બધી દીકરીઓ ના સમુહલગ્ન કરાવ્યા અને જ્યાં સત્કાર્ય જેમ કે ભાગવત સપ્તાહ કે અન્ય ધાર્મિક કર્યો થતા હોય ત્યાં હડમતીયા આશ્રમ તરફ થી સંપૂર્ણ જમણવાર પ્રસાદ ની વ્યવસ્થા બાપુ કરાવતા હોય છે.અનેક ગામો ના ગામધુમાડા એક સાથે કરાવે છે દર પૂનમ ના દિવસે લખો શ્રદ્ધાળુઓ ત્યાં આશાઓ લઇ ને આવે છે અને બાપુના આશીર્વાદ થી દરેક ના કામ પણ થાય છે.
મિત્રો આ કળિયુગ માં આવા સંતો ભાગ્યેજ હોય છે પૂજ્ય બાપુ પોતે કોળી નું દૂત છે અને કંતાન ના વસ્ત્રો જ પહેરે છે આશ્રમ માં ગમે ત્યારે દર્શન માટે જાઓ એટલે પ્રસાદી નું વિતરણ અવિરત ચાલુ હોય છે.ઘણા ભાવિકો ત્યાં દર રોજ સેવા માટે પણ આવે છે.પૂજ્ય મોરારી બાપુ અને ભારતી બાપુ તેમજ શેરનાથ બાપુ જેવા સંતો પણ આ આશ્રમ આવી ચુક્યા છે.
આશ્રમ માં શામળાબાપા અને મુની બાપા ની કૃપા અવિરત છે તેમનું દેવળ પણ ભવ્ય છે આ સમય માં ભાગ્ય માં હોય તો આવા સંત ના દર્શન થાય.. પૂજ્ય કાળુ બાપુ એ આ સમય માં ખરા સંત કહેવાય કોઈ આધુનિક સગવડતાઓ નો પૂજ્ય બાપુ લાભ નથી લેતા નથી ગાડી કે નથી મોબાઈલ ફોન આશ્રમ બહાર નીકળતા પણ નથી કે નથી કોઈ ધનિક સેવકો બસ શામલબાપા અને રામ નામ ના સહારે બાપુ હાલ જગત નું કલ્યાણ કરે છે જય હો સંતો ની.