મુંબાદેવી માતાજી નો ઈતિહાસ જેના પર થી મુમ્બઈ નામ પડયુ
જુલ્મી શાસકોના અત્યાચારથી વેર-વિખેર થયેલા કોળી સમાજના અમુક લોકો પોતાનું અસ્તિત્વ બચાવવા મહારાષ્ટ્રના દરિયા કિનારા પર વસાહત બનાવીને રહેતા હતા. માછીમાર ઉપરાંત દરિયામાં લૂંટફાટ કરતા. કોળી લોકોની વસાહત “કોળી કોડબંદર’ ના નામથી ઓળખાતી હતી.
કોલીકોડબંદરમાં વસતા કોળી લોકોની કુળદેવી “મુંબાદેવી’ હતા. ઈ.સ. ૧૫૩૪માં કોળી વસાહતના સાત આઈસલેન્ડ દ્વીપોને એક જ સાથે ગણીને કોળી સમાજના કુળદેવી મુંબાદેવીના નામ પરથી તેનું ‘મુમ્બઈ’ નામ આપવામાં આવ્યું હતું. ઈ.સ. ૧૭૩૯માં બોરીબંદરમાં મુંબાદેવીનું મંદિર બાંધવામાં આવ્યું હતું. આ મુંબાદેવીને તથાગત બુદ્ધના કોળી પત્ની મહારાણી યશોધરાનો અવતાર માનવામાં આવે છે.
સમય જતા બોરીબંદર વિસ્તારમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ નામનું હવાઈ મથક બનતા મુંબાદેવી મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. અને દક્ષિણ મુંબઈમાં ભૂલેશ્વર વિસ્તારમાં મુંબાદેવીનું નવું ભવ્ય મંદિર બાંધવામાં આવ્યું. મરાઠી ભાષામાં “મા” ને ‘આઈ’ કહેવામાં આવે છે. મુંબાદેવીને મુંબઈ-મહારાષ્ટ્રના મરાઠી લોકો મુમ્બઈ થી સંબોધિત કરે છે.
આ મુમ્બા આઈનું મહત્વ પણ બીજી શક્તિપીઠ જેટલું જ છે. દરિયાઈ ખેપ કરતા કોળી સમાજના લોકોની રક્ષા અને દરેક મનોકામના પૂરી કરતા મુંબાદેવીના મંદિરમાં લાકડા પર વિવિધ ધાતુના સિક્કા ચોંટાડી માતા પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવે છે.