મોટાભાઈને બચાવવા નાનાભાઈએ એક ઝાટકે કરી નાંખ્યો લાખો રુપિયાનો ખર્ચ, “ભાઈ હોય તો આવો”

મહામારીમાં અનેક પરિવારો વેરવિખેર થયા છે અને અનેક દુખદ પ્રસંગો પણ સામે આવ્યા છે. કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો તો કોઈએ પોતાની બહેન, કોઈએ પોતાના માતાપિતા ગુમાવ્યા છે ત્યારે વડોદરાથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક નાના ભાઈએ મોટા ભાઈને કહ્યું કે, ‘તું જરાય ચિંતા ના કરીશ, મારા રહેતા હું તને કશુંય નહીં થવા દઉં..’ તો તેમના જીવમાં જીવ આવી ગયો હતો. નાના ભાઈએ પણ પોતાનું કહેલું પાડતા ગણતરીના કલાકોમાં જ લાખો રુપિયાનો ખર્ચ કરીને ચાર્ટર્ડ એમ્બ્યુલન્સમાં ભાઈને અમદાવાદથી ચેન્નાઇ લઈ ગયો હતો.

વાત જાણે એમ છે કે પાલનપુરના વેપારીના મોટાભાઈને કોરોના થતાં તેમની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. ડોક્ટરે ત્યાં સુધી કહી દીધું હતું કે, તેમની પાસે હવે 48 કલાક જેટલો જ સમય રહેલો છે. જોકે, તે વખતે કોઈપણ વિલંબ કર્યા વિના નાનાભાઈએ મોટાભાઈને બચાવવા પ્રયત્નો શરુ કરી નાખ્યા હતા.

નાનાભાઈએ ડોક્ટરની વાત સાંભળતા જ મોટાભાઈ ને બચાવવા મહેનત શરુ કરી દીધી હતી. મોટાભાઈ ને ફેફસામાં વધુ ચેપ લાગી ચુક્યો હતો જેથી તાત્કાલિક સારવાર ની જરૂર હતી. અમદાવાદમાં સારવાર નહી થાય તેવું લાગતા ધીરજભાઈ એ અન્ય હોસ્પિટલોમાં તપાસ શરુ કરી હતી.

અમદાવાદમાં રહેનાર રાજેશ પુજારાને કોરોનાને કારણે ફેફસાંમાં ખૂબ જ ગંભીર ઈન્ફેક્શન થયું હતું. તેમના નાના ભાઈ ધીરજને પણ જણાવી દેવામાં આવ્યું હતું કે, હવે પેશન્ટના બચવાના ચાન્સ લગભગ નહીવત રહેલા છે. ડોક્ટરો એ પણ કહી દીધું કે, 49 વર્ષના રાજેશ પુજારા માંડ 48 કલાક કાઢી શકશે. તેમ છતાં, ધીરજભાઈ પોતાના મોટાભાઈને ગમે તે કિંમતે બચાવવા માટે માંગતા હતા.

અમદાવાદમાં તેમની ટ્રીટમેન્ટ થઈ શકશે નહીં તેવું લાગતા જ ધીરજભાઈએ બહારની હોસ્પિટલોમાં તપાસ શરુ કરી દીધી હતી. આખરે ચેન્નાઈ ની ફોર્ટીસ હોસ્પીટલમાં મોટાભાઈ ને સારવાર મળશે તેવી ખાતરી થઇ હતી. પણ મોટાભાઈ ની હાલત જોતા તેમને આટલા દુર કઈ રીતે લઇ જવા તે મોટો પ્રશ્ન હતો. ધીરજભાઈ એ અમદાવાદમાં એર એમ્બ્યુલન્સ ની તપાસ કરી હતી પણ તે મળી ન હતી તેથી તેમણે છેક દિલ્હીથી એર એમ્બ્યુલન્સ અમદાવાદ બોલાવી હતી.

બાદમાં ગ્રીન કોરીડોર દ્વારા તેમને અમદાવાદ એરપોર્ટ લઇ જવાયા અને ત્યાંથી મેડીકલ સ્ટાફ સાથે ચેન્નઈ લઇ જવાયા હતા. મહત્વની વાત એ છે કે આ માટે ધીરજભાઈ એ 21 લાખ રૂપિયા નો ખર્ચ કર્યો હતો. રાજેશભાઈ ફોર્ટીસ હોસ્પીટલમાં સ્વસ્થ થઇ રહ્યા છે અને ચેપ પણ ઘણો ઘટી ગયો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *