રાજકોટઃકૌટુંબિક જુવાનજોધ બે ભાઇ અને એક બહેનનો મૃતદેહ કૂવામાંથી મળતા ભરવાડ પરિવાર પર આભ તુતી પડ્યું
રાજકોટના કાલાવડ રોડ પર દિલ્હી પબ્લીક સ્કૂલ સામે વેજાગામથી વાજડી ગામ જવાના કાચા રસ્તા પર એક કૂવામાંથી એક જ પરિવારના બે ભાઇ અને એક બહેનનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક ત્રણેય કૌટુંબિક ભાઇ-બહેન થાય છે. ત્રણેયે એક જ બાઇકમાં આવી કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યાની શંકા પોલીસની પ્રાથમિક તપાસમાં વ્યક્ત કરવામાં આવી છે. તેમજ પ્રેમસંબંધની પણ ચર્ચા થઇ રહી છે. હાલ પોલીસે ત્રણેયના મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે ઘટનાસ્થળ પરથી ત્રણેયના મોબાઇલ અને એક બાઇક મળી આવ્યું છે. આથી પોલીસે ત્રણેયની કોલ ડિટેઇલ કઢાવવા તજવીજ હાથ ધરી છે.

ત્રણેય ગઇકાલે સાંજથી ઘરેથી નીકળી ગયા હતાં આ ત્રણેય પૈકીના બે માધાપર દ્વારકાધીશ પેટ્રોલ પંપ સામે રહેતાં હોવાનું અને એક રેલનગરમાં રહેતાં હોવાનું ખુલ્યું છે આ ત્રણેય ગઇકાલે સાંજથી ઘરેથી નીકળી ગયા હતાં. આ ત્રણેય કૌટુંબિક ભાઇ-બહેન હોવાનું અને એક જ બાઇક પર આવી કૂવામાં કૂદી આપઘાત કરી લીધાની શંકા પ્રાથમિક તપાસમાં વ્યક્ત કરવામાં આવી છે. ભરવાડ પરિવારના આ ભાઇઓ અને બહેને આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પૂછપરછ કરવા પોલીસે ત્રણેયના માતા-પિતાને સિવિલ બોલાવ્યા આ તરફ ફાયરબ્રિગેડને માહિતી મળતા મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા કાલાવડ રોડ ફાયર સ્ટેશન પરથી શબવાહિની મોકલવામાં આવી હતી. યુનિર્સિટી પોલીસે સ્થળ પર પંચનામુ અને જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા.
જોકે આપઘાત કરવા પાછળનું કારણ સામે ન આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ બે સગીર અને યુવતીના મોતથી ભરવાડ પરિવારમાં શોક છવાયો છે. ભરવાડ પરિવારના ત્રણ સંતાનોના મોતથી ત્રણેયના પરિવારને પોલીસે તુરંત સિવિલ હોસ્પિટલ બોલાવી આપઘાત અંગેનું કારણ જાણવા પૂછપરછ કરવામાં આવી રહી છે.
ત્રણેયે શા માટે આવું પગલું ભર્યુ તે તપાસનો વિષય-ACP એસીપી પ્રમોદ દિયોરાએ જણાવ્યું હતું કે, વેજાગામમાંથી અવવારૂ કૂવામાંથી પરિણીત યુવતી અને બે સગીરના મૃતદેહ મળી આવ્યા છે. હાલ પીએમની પ્રક્રિયા ચાલી રહી છે. ઘટનાસ્થળેથી ત્રણ મોબાઇલ અને એક બાઇક મળી આવ્યું છે. તપાસમાં આ ત્રણેયે શા માટે આવું પગલું ભર્યુ છે તે અંગે પીએસઆઇ કક્ષાના અધિકારી તપાસ કરશે. ગઇકાલ રાતથી ત્રણેય ઘરેથી નીકળી ગયા હતા.