રાજુલા તાલુકાના છતડીયા ગામે પેલા ધોરણ ના બાળકોનો શાળા પ્રવેશ કાર્યક્રમ યોજાયો.
જેમાં છતડીયા ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે પીપાવાવ રેલવે કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને જ્ઞાનદીપ ના સહયોગથી પેલા ધોરણ 30 બાળકોએ એડમિશન લીધું છે તેથી તમામ બાળકોને બેગ કીટ આપવામાં આવી હતી અને બાળકોને હોંશભેર આવકાર્ય હતા.
આ તકે છતડિયા ગામના સરપંચ અને સરપંચ એસોસિયેશ નના પ્રમુખ અને ભાજપના આગેવાન શ્રી વિરભદ્રભાઈ ડાભિયા ઉપસપંચ રામકુભાઈ ડાભિયા તેમજ ભાજપના પ્રમુખ વનરાજભાઈ વરુ. વિરજીભાઇ શિયાળ પત્રકાર. વિનુભાઈ ડાભિયા શિવરાજભાઈ ડાભિયા.મુકેશભાઈ સરવૈયા.સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ પ્રાથમિક શાળા આચાર્ય અને શિક્ષક સ્ટાફ નયનાબેન ટીલાવત. આરુંભાઈ નારેજા દિનેશભાઈ બાંભણીયા. જીગ્નેશભાઈ જાની. સુરેશભાઈ બારૈયા સુનિતાબેન ભંડેરી જીગ્નેશ ભાઈ ઉપાધ્યાય. કમલેશભાઈ બારૈયા..સહિતના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.