રાજુલા રેલ્વેની પડતર જમીન ના મુદ્દે લોકો માટે લડી રહેલા અંબરીશભાઈ ડેરને થઈ રહેલ અન્યાયના મુદ્દે આહીર એકતા મંચ દ્વારા કલેકટર અમરેલીને આવેદનપત્ર

રાજુલા રેલ્વેની પડતર જમીન ના મુદ્દે લોકો માટે લડી રહેલા અંબરીશભાઈ ડેરને થઈ રહેલ અન્યાયના મુદ્દે આહીર એકતા મંચ દ્વારા કલેકટર અમરેલીને આવેદનપત્ર

અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા એવા રાજુલામાં શહેરની વચ્ચે આવેલી રેલવે ની જમીન પર જાહેર લોક ઉપયોગી કાર્ય માટે સતધારી પક્ષના અમુક નેતાઓના ઈશારે રાજુલાના વિકાસ આડે રોડા નાખવામાં આવતા ધારાસભ્ય અમરીશ ડેર અને રેલવે વિભાગના અધિકારી અને પોલીસ વચ્ચે માથાકૂટ થતા હાલ ન્યાય મેળવવા માટે રાજુલા ના યુવા ધારાસભ્ય અમરીશ ડેર ઉપવાસ પર બેઠા છે ત્યારે આહીર એકતા મંચ-અમરેલીની ટીમ દ્વારા અમરેલીના નિવાસી અધિક કલેક્ટર એ.બી.પાંડોરને આવેદનપત્ર આપી આ બાબતે લોકો ની સુખાકારી માટે લડતા ધારાસભ્ય અમરીશ ડેરના આંદોલનનો અંત આવે અને લોકોની સુખાકારી માટે રાજુલા ની જનતાને થઇ રહેલા અન્યાય બાબતે યોગ્ય નિકાલ આવે તેવી વિનંતી કરવામાં આવી છે. સાથે સાથે આહીર એકતા મંચ દ્વારા તંત્ર ને સવાલો કરવામાં આવ્યા છે !!

રાજુલા રેલ્વેની આ પડતર જમીન પર બાળકો અને યુવાનો માટે રમત ગમત ના સાધનો સાથે નું મેદાન અને વડીલો માટે સૌરાષ્ટ્ર નું સૌથી આધુનિક અને સુંદર પાર્ક બનાવવાનું ધારાસભ્ય અંબરીશભાઈ ડેર નું સ્વપ્ન શુ ગેરવ્યાજબી છે?

રેલ્વેની આ પડતર જમીન રાજુલાની જનતાની સુખાકારી માટે સોંપવામાંમાં અડચણ શું કામ તંત્રનાં આ અન્યાય સામે કોઈ અવાજ ઉઠાવે તો એની સાથે વૈમનસ્ય અને હેરાનગતિ શુ કામ જો આવનાર સમયમાં ધારાસભ્યઅમરીશ ડેરના આંદોલનનો યોગ્ય રસ્તો કાઢવામાં નહી આવે તો આહીર એકતા મંચ -ગુજરાત સમગ્ર રાજ્યમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે તેવી જણાવાયું હતુ આ આવેદનપત્ર આપવા અમરેલી આહીર સમાજના અગ્રણી અને અમરેલી જીલ્લા પંચાયતના વિપક્ષી નેતા પ્રભાતભાઈ કોઠીવાળ,પ્રતાપભાઈ ગરણિયા,રાવતભાઈ સોરઠીયા,આહીર સમાજ અમરેલીના યુવા પ્રમુખ કમલેશભાઈ ગરણિયા, પ્રવીણભાઈ વછરા,ભરતભાઈ ગરણિયા વગેરે દ્વારા આપવામાં આવ્યુ હતુ અને ધારાસભ્યના સમર્થનમાં આવી ન્યાય અને ઉકેલની માંગણી કરવા સરકારને રજુવાત કરવામાં આવી છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *