રાતોરાત 1000 મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન શરૂ કરી દીધું છે દેશ સંકટનો સામનો કરી રહ્યો છે ત્યારે ભારતના સૌથી મોટી ધનિક વ્યક્તિ અને બિઝનેસમેન મુકેશ અંબાણી વ્હારે આવ્યા છે

દેશ સંકટનો સામનો કરી રહ્યો છે ત્યારે ભારતના સૌથી મોટી ધનિક વ્યક્તિ અને બિઝનેસમેન મુકેશ અંબાણી વ્હારે આવ્યા છે દેશમાં કોરોના દર્દીઓને ઓક્સિજનની અછત વચ્ચે મુકેશ અંબાણીએ રાતોરાત પ્રોડક્શન વધારીને લાખો લોકોના જીવ બચાવ્યા છે રિલાયન્સ જામનગર પ્લાન્ટમાં રાતોરાત 1000 મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન શરૂ કરી દીધું છે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અગાઉ મેડિકલ ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન કરતું નહોતું પણ દેશમાં કોરોના મહામારીના કારણે ઓક્સિજનની જરૂરિયાત ઉભી થતાં રિલાયન્સ બીડુ ઝડપી લીધું હતું રિલાયન્સે કોઈ વ્યવસ્થાન હોવા છતાં શૂન્યથી શરૂઆત કરી આખો પ્લાન્ટ સક્રીય કરી આજે એક જ સ્થળે સૌથી વધુ ઓક્સિજન ઉત્પાદન કરનાર સૌથી મોટો ઉપ્તાદક બની ગયો છે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હાલ દરરોજ 1000 મેટ્રિક ટન મેડિકલ ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન કરે છે જે ભારતના કુલ ઉત્પાદનના 11 ટકા જેટલું છે એટલે એમ કહી શકાય કે દેશના દર 10 દર્દીઓમાં એક દર્દીની જરૂરિયાત રિલાયન્સ પૂરી કરે છે ઓક્સિજનના ઉપ્તાદનમાં મુકેશ અંબાણી જાતે દેખરેખ રાખી રહ્યા છે જામનગર સ્થિત રિલાયન્સમાં ઓક્સિજનનું ઉપ્તાદન કરવા માટે મુકેશ અંબાણીએ તેમના તમામ સંસાધનો કામે લગાડ્યા હતા એપ્રિલ મહિનામાં રિલાયન્સે 15000 મેટ્રિક ટન મેડિકલ ગ્રેડનો લિક્વિડ ઓક્સિજન તદ્દન નિઃશુલ્ક પૂરો પાડ્યો હતો જેનાથી 15 લાખ દર્દીઓની સાજા થવામાં મદદ મળી હતી

રિલાયન્સ મેડિકલ ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન કરતું નહોતું જોકે RIL ના ઇજનેરોએ પેટ્રોકેમિકલ્સ ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન કરવા માટે ડિઝાઈન કરેલા સાધનોને ફેરફાર કરી તેમાંથી મેડિકલ ગ્રેડના વધુ શુદ્ધ ઓક્સિજન બનાવવા માટે જરૂરી ફેરફારો કર્યા હતા અનેક પડકારો વચ્ચે રિલાયન્સના ઇજનેરોએ થાક્યા વગર કામ કર્યું અને ક્રાયોજેનિક એર સેપરેશન યુનિટ્સની પ્રક્રિયાઓમાં જરૂરી ફેરફારો કરી ખૂબ જ ઓછા સમયમાં મેડિકલ ગ્રેડના લિક્વિડ ઓક્સિજનના ઉત્પાદનને વધાર્યું હતુ 500 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજનની નવી ટ્રાન્સપોર્ટેશન ક્ષમતાનો ઉમેરો કરવા માટે રિલાયન્સે સાઉદી અરેબિયા જર્મની બેલ્જિયમ ધ નેધરલેસ અને થાઇલેન્ડથી ભારતમાં 24 ISO કન્ટેનર્સ એરલિફ્ટ કરાવ્યા આ ISO કન્ટેનર્સ દેશમાં મેડિકલ ગ્રેડના લિક્વિડ ઓક્સિજનના પરિવહનના પડકારોને દૂર કરવામાં મદદ કરશે આ ઉપરાંત રિલાયન્સ આગામી દિવસોમાં વધુ ISO કન્ટેનર્સ એરલિસ્ટિંગ કરાવશે

આ અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે ભારત જ્યારે કોવિડ -19 રોગચાળાના નવા વેવ સામે લડી રહ્યું છે ત્યારે મારા તેમજ રિલાયન્સમાં અમારા બધા માટે એક – એક જીવન બચાવવાથી વધારે મહત્વપૂર્ણ કશું જ નથી ભારતની મેડિકલ ઓક્સિજન ઉત્પાદન અને પરિવહન ક્ષમતા ઉચ્ચતમ સ્તરે લઇ જવાની તાત્કાલિક જરૂર છે આ નવા પડકારને પહોંચી વળવા માટે રાષ્ટ્રપ્રેમથી છલકતી ત્વરીતતાની ભાવના સાથે અથાગ પરિશ્રમ કરનારા જામનગરના અમારા એન્જિનિયરો પર મને ગર્વ છે ભારતને જ્યારે સૌથી વધારે જરૂરીયાત છે

ત્યારે ફરીથી એક વખત પડકારને ઝીલી લઇને અપેક્ષિત પરિણામો આપનારા રિલાયન્સ પરિવારના તેજસ્વી , યુવાન સભ્યોએ દર્શાવેલી પ્રતિબધ્ધતા અને યથાર્થતાથી હું સાચા અર્થમાં વિનમ્ર બન્યો છું

રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર – ચેરમેન નીતા અંબાણીએ જણાવ્યું હતું કે , “ આપણો દેશ અભૂતપૂર્વ કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે રિલાયન્સ ફાઉન્ડેશનમાં અમે જે કોઇપણ પ્રકારની મદદ થઈ શકે છેચાલુ રાખીશું દરેક જીવન મૂલ્યવાન છે

અમારી જામનગર રિફાઇનરીમાં આવેલા પ્લાન્ટ્સમાં રાતોરાત બદલાવ કરીને મેડિકલ ગ્રેડ લિક્વિડ ઓક્સિજન ઉત્પાદન કરવામાં આવે છે જેને હાલમાં સમગ્ર ભારતમાં વિતરીત કરવામાં આવી રહ્યો છે અમારા લાગણી અને પ્રાર્થના સાથી દેશવાસીઓ સાથે છે સાથે મળીને આપણે આ મુશ્કેલ સમયમાં જીત મેળવીશું

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *