લગ્ન ના સાતમા દિવસે જ આ મહિલા એ જે કર્યુ એ જાણી ને તમારા હોશ ઉડી જશે

ઘણી ઘટના ઓ એવી બનતી હોય છે જે જાણી ને આપણને નવાઈ લાગતી હોય છે એવી જ એક ઘટના જુનાગઢ મા પણ બની હતી જે જાણી ને તમે ચકીત થય જશો.

જૂનાગઢ તાલુકાના આંબલિયા ગામે સતીશને લગ્ન કરવાની લાલચ આપીને એક દંપતિએ એક યુવતી સાથે એની ઓળખાણ કરાવી હતી. આ દંપતિનું નામ ભરત મહેતા અને અરૂણા હોવાનું સામે આવ્યું છે. આ બન્ને વ્યક્તિએ એવુ જણાવ્યું હતુ કે તે મહિલા તેવો ની સંબંધી ની દીકરી છે જેનુ નામ ભગવતી છે અને તેમની સાથે વાતચીત કરી ને સંતીશ સાથે લગ્ન કરાવી આપ્યા હતા. સંતીષ અને ભગવતી ના લગ્ન બાદ સાત દિવસ ની અંદર જ સતીશ સાથે દગો થયો હતો અને દુલહન લુટેરી દુલહન નીકળી હતી. જે સતીશના ઘરેથી રૂ.70 હજારના મોબાઈલ, રૂ 1. લાખથી વધુ કિંમતના દાગીના તેમજ રોકડ લઈને પલાયન થઈ ગઈ. લગ્નની લાલચને લઈને સતીશ સાથે આ રીતે મોટી છેત્તરપિંડી કરવામાં આવી.

આ ઘટના અંગે સતીશે જૂનાગઢ પોલીસમાં ભરત મહેતા, અરૂણા તેમજ ભગવતી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત મુન્નાભાઈ સામે પણ કેસ નોંધાયો છે. પોલીસે આ ટુકડીને ઝડપી લેવા માટે અનેક દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. જોકે, સતીશને આ ટુકડીના કોઈ સભ્યનો સંપર્ક મળ્યો નથી. બીજી તરફ પોલીસ આ અંગે કેટલાક પાસાઓ પર તપાસ કરી રહી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *