લેબોરેટરી શક્ય નથી: આરોગ્ય અધિકારી ભાવનગરમાં ખાદ્ય ચીજના સેમ્પલનો રિપોર્ટ 20 દિવસે મળે,
ભાવનગર : શહેરમાં કોરોના કાળમાં બજારો બંધ રહી વેપારીઓ નુકસાન ભોગવ્યું છે, ત્યારે શહેરમાં ખાદ્ય ચીજોની ચકાસણી ખૂબ ઓછી થઈ છે. ભાવનગરમાં ખાદ્ય ચીજોના લેવાયેલા સેમ્પલના રિપોર્ટ 20 દિવસે આવે છે, ત્યારે ભાવનગરમાં લેબોરેટરી સ્થાપવી જરૂરી બની જાય છે. જો મહાનગરપાલિકાને લેબોરેટરી ખર્ચાળ લાગી રહી છે.
ભાવનગર શહેરમાં કોરોનાને પગલે મોટાભાગે દુકાનો બંધ રહી અને ખાદ્ય ચીજોનો જથ્થો નાશ કરવો પડ્યો તો ક્યાંક મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચકાસણી કરીને અખાદ્ય ચીજોનો જથ્થો નાશ પણ કર્યો છે. ત્યારે દૂધની ચીજો સિવાય અન્ય ચીજોના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેમાં ફેલ થવાના કિસ્સામાં 2020ની સાલ ખૂબ પાછળ છે. 2020માં કોરોનાને પગલે માત્ર 82 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં માત્ર 4 ફેલ ગયા હતાં. એટલે ભાવનગરમાં 2020માં સેમ્પલ કામગીરી થઈ પણ ખૂબ ઓછા સેમ્પલ ફેલ ગયા છે.
સેમ્પલોનો રિપોર્ટ 20 દિવસે આવતા લેબોરેટરી જરૂરી
ભાવનગરમાં લેવામાં આવતા સેમ્પલ રાજકોટ મોકલવામાં આવે છે અથવા અમદાવાદ અને તેનો રિપોર્ટ 20 દિવસે આવે છે. એટલે વિચારો કે ઉદાહરણ.ગાંઠિયાનું સેમ્પલ લીધું અને રિપોર્ટ આવે 20 દિવસે તો એ ગાંઠિયા ત્યાં સુધી કેટલા લોકોને વહેચાય ગયા હોય અને કેટલાકે આરોગી લીધા હોય. કારણ કે તાત્કાલિક રિપોર્ટ તો મળવાનો નથી, તો શું ગાંઠિયા 20 દિવસ સુધી જપ્ત થાય નહીં એટલે લોકોના આરોગ્ય સાથે ચેડાં તો થઈ જ જાય અને રિપોર્ટ પછી 20 દિવસે ફેલ આવે તો વહેચેલા ગાંઠિયાની કિંમત કરતા દંડ ઓછો હોય.આ ઉદાહરણ પરથી સમજી શકાય છે કે, લેબોરેટરી ભાવનગરમાં જરૂરી છે. જેથી બીજા દિવસે રિપોર્ટ આવતા આરોગ્ય સાથેના ચેડાં રોકી શકાય છે.