વૈદિક વીજ્ઞાન અનુસાર યજ્ઞયાત્રા દ્વારા સિંહોર તાલુકાનું સમગ્ર ભૂતિયા ગામ સેનેટાઈઝ કરવામાં આવ્યું ભવ્ય માહોલ ઉભો થયો,સમગ્ર ગામ ધુમાડાથી ઢંકાયું અને વાતાવરણ સુગંધિત બન્યું.
આજ રોજ 28/4/21 ને બુધવારના રોજ સાંજે 5 કલાકે ભાવનગર જિલ્લા ના સિંહોર તાલુકાના ભૂતિયા ગામમાં ડો.ઓમભાઈ ત્રિવેદી સંશોધિત વૌદીક વિજ્ઞાન આધારિત યજ્ઞથેરાપી મુજબ 20 યજ્ઞકુંડ સાથે યજ્ઞયાત્રા કરી 25 સ્વયંસેવકો દ્વારા 3કિમિ.જેટલા રૂટ પર ફરી યજ્ઞના મેડીસીનલ સ્મોક (હવન ના ધુમાડા) દ્વારા સેનેટાઈઝ કરી સમસ્ત ગામના વાતાવરણનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં યજ્ઞયાત્રાના સ્થાપક ડો.ઓમભાઈ ત્રિવેદી,ગામના સરપંચ જીતુભાઇ,ગ્રામપંચાયત ના સભ્યો,જિલ્લા પંચાયતના સભ્ય મુળજીભાઈ ના પુત્ર,આજુ બાજુ ના ગામના તથા ભૂતિયા ના આગેવાનો ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી આ યજ્ઞયાત્રા સરકારશ્રીના કોવિડ19 ના તમામ નિર્દેશો (માસ્ક-સોશ્યિલ ડિસ્ટનસિંગ) ના સંપૂર્ણ પરિપાલન સાથે યોજવામાં આવ્યો હતો.
આ યજ્ઞયાત્રા નું આયોજન ભૂતિયા ગામના સ્વ.શ્રી ભીખાભાઇ કાનાભાઇ કહોદરિયા ના પરિવાર દ્વારા દરેક ગ્રામજનો ના ઉત્તમ સ્વાસ્થ માટે કરવામાં આવ્યું તેમજ આ યજ્ઞયાત્રા કાવોબાપા આશ્રમના મહંત ગોવિંદભગત તથા સેવા સમિતિના તથા ગામની યુવશક્તિના સહયોગથી કરવામાં આવ્યું.