શકુંતલા ભગત : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તેમને યાદ કરીએ.

8 માર્ચ, મહિલા આંતરરાષ્ટ્રીય દિવસ. અખબારોમાં વર્તમાન સમયમાં અને પ્રવાહમાં જે મહિલઓ ખ્યાતિપ્રાપ્ત હોય તેમના વિષે વિગતો આવે અને આપણી સ્મૃતિમાંથી સાંજે ભૂલાઈ જાય. એવી મહિલાઓ છે કે જ્યારે દેશ આઝાદ થયા પછી 1950 ના દસકામાં વિકાસના પગરણ કંડારી રહ્યો હતો ત્યારે ઈજનેરી ક્ષેત્રે પોતાનું કાઠું કાઢ્યું હતું. પણ વાત કરવાની છે એક ગુજરાતી મહિલા શકુંતલા ભગતની.

શકુંતલા ભગત એ દેશની પ્રથમ સિવિલ એંજિનિયર જેણે આખા દેશમાં બધું મળીને 69 બ્રીજ/પૂલ બાંધ્યા અને દેશ વિદેશનનો બ્રીજ નિર્માણનો સંયુક્ત આંકડા લઈયે તો 200 બ્રીજનું બાંધકામ કરેલ. મુંબઈની ઈજનેરી કોલેજમાંથી 1953 માં સિવિલ ઈજનેરની પદવી મેળવ્યા બાદ બ્રીજ નિર્માણ ક્ષેત્રે કાર્યરત થઈ ગયા. શકુંતલા ના પતિ અનિરુધ્ધ શિવપ્રસાદ ભગત મીકેનિકલ ઈજનેર હતા અને બન્ને સાથે અભ્યાસ કરતા હતા. પતિ –પત્નિ બન્ને ઈજનેર હોવાથી અને રસનો વિષય બ્રીજ નિર્માણ હોવાથી બ્રીજના બાંધકામ માટેની નવી ટેકનિક શોધી અને નવનિર્મિત ભારતમાં અમલમાં મૂકી.

બ્રીજ બાંધકામના આવશ્યક ઘટકોનો સઘન અભ્યાસ કર્યો અને અત્યંત વૈજ્ઞાનિક ઢબે બ્રીજ ઉપરના ટ્રાફિક, તેની લંબાઈ, લોડ બેરિંગ જેવા પાસાઓનો અભ્યાસ કરી બ્રીજ નિર્માણનું એક નવું પ્રકરણ ખોલ્યું. શકુંતલા ભગતની ક્વોડ્રીકોન બ્રીજ નિર્માણમાં માસ્ટરી હતી. આ બ્રીજ ખુબ ઉંચી જગ્યાએ અને અસમતોલ વિસ્તારના બાંધકામમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

બ્રીજ નિર્માણના વધારે અભ્યાસ માટે તે પેનસિલ્વાનિયા યુનિવર્સિટીમાં દાખલ થયા અને ત્યાંથી પરત આવી આઈ.આઈ.ટી. મુંબઈમાં આસિસ્ટંટ પ્રોફેસર અને હેડ ઑવ હેવી સ્ટ્ર્કચર શાખામાં જોડાયા. 1970 માં પતિ અનિરુધ્ધ સાથે ક્વોડ્રીકોન કંપની ઉભી કરી જે બ્રીજ માટેના પ્રિ-ફેબ્રીકેટેડ મોડ્યુલર બનાવતી હતી

શકુંતલા ભગત નિરિક્ષણ અને જરૂરિયાત ઉપર ખુબ ભાર મૂકતા હતા અને તેના આધારે તે બ્રીજ નિર્માણ કરતા. શકુંતલાએ ફક્ત ભારતમાં જ બ્રીજ નિર્માણ કર્યા ન હતા પણ અમેરિકા, જર્મની, બ્રિટનમાં પણ બ્રીજ બાંધ્યા હતા. તેમની કામ કરવાની પધ્ધતિ એકદમ સાયંટિફિક એપ્રોચ ધરાવતી હતી તેથી ઘણા નાના બ્રીજ તો બે મહીનામાં પૂર્ણ કરી દેતા. રિવેટીંગ, બોલ્ટીંગ અને વેલ્ડીંગ એ બ્રીજ નિર્માણની કામગીરીનું મુખ્ય અંગ હોય છે. પતિ-પત્નિએ અંદાજે 200 બ્રીજનું નિર્માણ કાર્ય કરીને સિવિલ ઈજનેરી જગતમાં લોકપ્રિયતા હાંસલ કરી હતી.

બ્રીજ બાંધકામમાં સંપૂર્ણપણે પોતાની અંગત મૂડી રોકી આ ભગીરથ કાર્ય પૂરૂ કરતા. બ્રીજ નિર્માણના સંશોધન ક્ષેત્રમાં કોઈ દેશી-વિદેશી કંપની કે સરકાર એક રુપિયાનું પણ મૂડી રોકાણ ન કરતી ત્યારે પોતાની અંગત મૂડી વાપરી અનેક અવનવી ટેકનિક શોધી ભારતીય સિવિલ ઈજનેરી ક્ષેત્રમાં એક નવું સીમાચિહન ઉભું કર્યું હતું. 1993 માં શકુંતલા ભગતને ‘વુમન ઑવ ધે યર’નો એવોર્ડ આપવામાં આવેલ.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *