શું તમને ખબર છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયો ફોન વાપરે છે? આવો જાણીએ આ આર્ટિકલમાં….
અત્યારે સ્માર્ટફોનનો જમાનો છે. લોકો અનેક કંપનીના અલગ-અલગ પ્રકારના સ્માર્ટફોન્સ વાપરતા હોય છે. અને ટેક્નોલોજીના આ યુગમાં સ્માર્ટફોનનો એક ક્રેઝ જોવા મળે છે. ત્યારે ઘણા લોકોને પ્રશ્ન થતો હોય છે કે, ભારતના વડાપ્રધાન કયો ફોન વાપરતા હશે? તો આવો આજે જાણીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયો ફોન વાપરે છે.
નરેન્દ્ર દામોદર દાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગીય હિન્દુ કુટબમાં અમદાવાદથી 112 કીમી અને મહેસાણાથી ૩૪ કીમી દૂર વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે. તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ ૧૭ વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તે હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સામાન્ય પરિવારમાંથી આવે છે. અને સામાન્ય પરિવારની જે સરળતા હોય તે તેમનામાં છલકાતી પણ હોય છે. કાર્યક્રમ દરમિયાન નાના બાળકોને વ્હાલ કરવું તેઓ દ્વારકા જાય ત્યારે તેમના જૂના મિત્રને મળવું આ પ્રકારની સહજતા વડાપ્રધાનના વ્યક્તિત્વમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી Apple કંપનીનો i-phone વાપરે છે.
આઈફોન વાપરવાનું લોકો એટલા માટે પસંદ કરે છે કારણ કે, તે સિક્યોર છે. એટલે ચોક્કસ એવું કહી શકાય કે, આઈફોન સિક્યોરીટી માટે ખાસ કરીને વાપરવામાં આવે છે. આઈફોનમાંથી ક્યારેય ડેટા લિક થઈ શકતો નથી. જો કે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા લાંબા સમય સુધી બ્લેક બેરી કંપનીનો ફોનનો ઉપયોગ કરતા આવ્યા છે. જર્મનીની ચાંસલર એંજેલા મર્કેલ બ્લેક બેરી z10 કંપનીના ફોનનો ઉપયોગ કરે છે અને જયારે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ એચટીસીનો બટરફ્લાઇ ફોનનો ઉપયોગ કરે છે.