સંત શ્રી બજરંગદાસબાપુની કર્મભૂમિ બગદાણામાં આમ તો બારેમાસ ભક્તોનો અવિતર પ્રવાહ ચાલુ રહે છે
ગુજરાત અમદાવાદ : આખી દુનિયામાં.બાપા સીતારામ.નામ ગુંજતું કરનાર સંત શ્રી બજરંગદાસબાપુની કર્મભૂમિ બગદાણામાં આમ તો બારેમાસ ભક્તોનો અવિતર પ્રવાહ ચાલુ રહે છે, પણ દિવસ વિશેષ ઉજવણી થાય છે બજરંગદાસ બાપાની પૂણ્યતિથિ ( પોષ વદ 4 ) અને ગુરુપુર્ણિમાનો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે અહી ભક્તોને પરંપરાગત રીતે પંગતમાં બેસાડીને ભાવભેર જમાડવામાં આવ્યા હતા
લાખો ભક્તો એક સાથે પ્રસાદ લેવા આવે છતાં ક્યાંય અગવડ દેખાતી નથી બગદાણા આશ્રમ મહુવાથી 32 કિમી,ભાવનગર 78 કિમી, અમદાવાદ 250 કિમી દૂર બગદાણા જવા માટે અમદાવાદથી બસ મળે છે આ ઉપરાંત ગુજરાતનાં અન્ય મોટાં શહેરો ભાવનગર રાજકોટમાંથી બસ મળી શકે
રાજકોટથી જનાર આટકોટ બાબરા અને પાલિતાણા વાયાથી અહી જાય 190 કિમી થાય છે જુનાગઢથી જનાર વાયા વિસાવદર – ચલાલા થઈને જાય છે જે 175 કિમી થાય છે નોંધનીય છે કે ચાર દાયકા પહેલાંસંત શ્રી પૂજ્ય બજરંગદાસબાપા બગદાણાના ગુરૂઆશ્રમ ખાતે તારીખ 9 /1/ 1977 ના રવિવારના વહેલી સવારે બ્રહ્મલીન થયા હતા આ દિવસે વિક્રમ સંવત મુજબ પોષ માસની વદ ચોથની તિથી હતી એ મુજબ દર વર્ષે બાપાની પૂણ્યતિથિ ઉજવવમાં આવે છે