સતાધારનાં પાડાપીરે મુંબઈના કતલખાને પરચો પૂર્યો હતો
સતાધાર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાનાં વિસાવદર શહેરથી ૭ કિલોમીટર દુર દક્ષિણ દિશા તરફ સાસણગીર જવાના રસ્તા પર આંબાઝર નદી કિનારે આવેલું અને સંત આપાગીગાએ સ્થાપેલું રમણીય ધાર્મિક સ્થળ છે, આ પવિત્ર ભુમી પર એક પશુ પણ પીર પૂજાય છે.
ખરેખર સતાધારમાં પૂજાતા પાડાપીરનો મહિમા ખૂબ જ અનોખો છે, ચાલો ત્યારે આપણે જાણીએ કે શા માટે સતાધારમાં પાડાપીરનો ખૂબ જ મહીમાં છે.
વનરાજોના વાસ અને મોરલાના ગહેકાટ વચ્ચે ઘેરાયેલી કુદરતને ખોળે આળોટતી જગ્યાએ આપાગીગાએ સત+આધાર=સતાધારની જગ્યાનુ ટીંબું બાંધ્યું હતું અને ગૌસેવા તથા ભુખ્યાને ભોજન આપવા માટે અન્નક્ષેત્ર ચાલુ કરેલ જે આજે પણ અવિરત ચાલુ જ છે,અહીંયા આ એક ધર્મનું સ્થાન છે,જ્યાં કોઈ પણ ભેદભાવ જોવા મળતો નથી.આજ ધામમાં પાડાપીરનો અનેરો મહિમા ગવાયેલો છે.
રામ આહીર પાસે રહેલી ભેંસોમાંથી એક ભેંસ એ ભોજપુરી ભેંસ રોજે એનું પહેલું દુધ સતાધાર ધામમાં ચડે.એની કૂખે એક પાડાનો જન્મ થયો એ પાડો એ બીજા સામાન્ય પાડાથી ઘણો અલગ હતો.શામજીબાપુ તેમને પોતાનો દીકરો જ માનતા પરતું એકવાર એવું બન્યું કે સાવરકુંડલાના નેસડી ગામના લોકો પોતાની ભેંસની ઓલાદ સુધારવા માટે સારા પાડાનીખોજમાં હતા,સતાધારપહોંચી ગયા અને શામજી બાપુ પાસે પાડાની માંગણી કરે છે. શામજી બાપુના પાડી પરતું ગામના લોકોની ઈચ્છા ને લીધે ગામને સોંપી દીધો અને એમની જવાબદારી હમીરભાઈ કોળીને આપી પરતું થોડાં સમય બાદ તેમનું અવસાન થઈ ગયું.
હમીરભાઈ અવસાન થતાં પાડાને સાચવવાવાળુ કોઈ વધ્યું નહીં, તેથી એ ગામના એકવ્યક્તિએ પાડાને સાવરકુંડલામાં કોઈ એક વ્યક્તિને 500 રૂપિયામાં વેચી દીધો અને એ વ્યક્તિએ પાડાને મુંબઈના કતલખાનામાં પાંચ હજાર રૂપિયામાં વેચી દીધો, પરતું એ ઘટના બાદ જે ચમત્કાર બન્યો તેને આજ સુધી કોઈ ભૂલીને શક્યું.
કતલખાને પાડાને કાપવાની ખૂબ કોશિશ કરી પરતું આ તે શક્ય જ ન બન્યુ, કરવતના કટકા થઈ ગયાં પરતું પાડા કઇ જ થતું, એક પછી એક બધી કરવત કટકા થઈ ગયા અને માલિકને ઇજા પહોંચી એટલે એમને દવાખાને લઈ જવામાં આવ્યાં. એ જ રાતે કતલખાન માલિકના દીકરાને એક સંત સપનામાં આવ્યા અને કહ્યું અમારી જગ્યાનો પાડો તમારે ત્યાં છે,અમારી જગ્યાએ પાડો પહોંચાળો.
ખરેખર આવું જ બન્યું પાડાને સાવરકુંડલા મોકલી દેવાયો જ્યાં તેમનું સામૈયું કરવામાં આવ્યું અને ત્યાંથી સતાધાર મોકલવામાં આવ્યો અને ત્યારબાદ પાડાપીર તરીકે પૂજાવવા લાગ્યો. શ્રાવણ સુદ બીજ અને બુધવાર,તારીખ 21-7 -93ના રોજ સવારે 6:30 વાગ્યે પાડાપીર રામચરણ પામ્યા. આજે પણ આ જગ્યાએ પાડાપીરની લોકો માનતા માને છે અને લાખોભાવી ભક્તોની આસ્થાનું આ કેન્દ્ર છે, જ્યાં તેમની સૌ મનોકામનાઓ પૂર્ણ કરે છે.