સરકારી કર્મચારી ઓ માટે ખુશ ખબર આવી શકે, DA અંગે લેવાઈ શકે છે આ નિર્ણય

કોરોના મહામારીને સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ(ડીએ) સ્થગિત કરી દેવામાં આવ્યું છે. જો કે જ્યારે પણ આ રોક દૂર કરવામાં આવશે ત્યારે કેન્દ્રીય કર્મચારીઓના ડીએના એક સાથે ત્રણ હપ્તા રિલીઝ કરવામાં આવશે. જેના કારણે તેમના પગારમાં મોટો ઉછાળો આવશે. કર્મચારી સંગઠનો આ સંદર્ભમાં સરકાર સાથે મંત્રણા કરવાના પ્રયત્નો કરી રહ્યાં છે.

જો ડીએમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવશે તો કેન્દ્ર સરકારના ૫૨ લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. જોઇન્ટ કન્સલટેટિવ મશીનરી ફોર સેન્ટ્રલ ગવર્નમેન્ટ એમ્પ્લોઇઝના કર્મચારી નાણા મંત્રાલયના સતત સંપર્કમા છે. ૮ મેના રોજ અંગે બેઠક થવાની હતી પણ કોરોનને કારણે આ બેઠક રદ કરવામાં આવી હતી. કર્મચારીઓના જણાવ્યા અનુસાર મોંઘવારી ભથ્થું પગારનો ભાગ હોય છે. કોર્ટના આદેશ મુજબ તેને રોકી ન શકાય. જેસીએમ ના નેશનલ કાઉન્સિલ(સ્ટાફ સાઇડ)ના સચિવ અને એઆઇઆરએફના મહામંત્રી શિવગોપાલ મિશ્રાના જણાવ્યા અનુસાર આ સંદર્ભમાં સરકાર સાથે વાત ચાલી રહી છે.

ફેબુ્રઆરીમાં આ સંદર્ભમાં પ્રથમ તબક્કાની મંત્રણા થઇ ગઇ હતી. ઉત્તર પ્રદેશના રાજ્ય કર્મચારી સંયુક્ત પરિષદના મહામંત્રી આર કે નિગમના જણાવ્યું છે કે સરકારને જુલાઇમાં ડીએનો વધારો આપવો જોઇએ. જો કે અમારી માગ છે કે સરકાર દોઢ વર્ષનું એરિયર્સ પણ ચૂકવે કારણકે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે પગાર અને ભથ્થા કર્મચારીનો હક હોવાથી તેને રોકી ન શકાય.

તેથી સરકારે એરિયર્સ પણ ચુકવવું જોઇએ. ઉલ્લેખનીય છે કે હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને ૧૭ ટકા ડીએ મળે છે. કર્મચારી સંગઠનોની માગ છે કે જૂન, ૨૦૨૦માં ડીએની રકમ ૨૪ ટકા, ડિસેમ્બર, ૨૦૨૦માં ૨૮ ટકા અને જુલાઇ, ૨૦૨૧માં ૩૨ ટકા સુધી વધવી જોઇએ.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *