સુરતની સૌથી નાની વયની કોર્પોરેટર આ યુવતી કોણ છે જાણો!

એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે! તેનું ઉત્તમ ઉદાહરણ બની છે, સુરતની 21 વર્ષની એક યુવતી! આમ પણ આજે યુગ બદલાય ગયો છે.

દરેક ક્ષેત્રમાં પુરુષો સાથે તેની બરોબરીમાં તેઓ આગળ વધી રહી છે અને હવે તો રાજકારણમાં પણ આજની યુવાપેઢીઓ આગળ વધી રહી છે, ત્યારે હાલમાં જ એક યુવતીએ મહાનગરપાલિકાનાં ઇલેક્શનમાં જીત મેળવીને સૌથી નાની વયની કોર્પોરેટર તરીકે નામના મેળવી છે. ચાલો ત્યારે જાણીએ આ યુવતી વિશે.

આ યુવતીનું નામ છે, પાયલબેન કિશોરભાઈ સાકરીયા, જેને 12 સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલમાં કોલેજનો અભ્યાસ ચાલુ છે અને સાથોસાથ તે મોડેલીગ તેમજ આલ્બમ સોંગમાં પણ અભિનય કરે છે.

આ યુવતીએ રાજકારણમાં ખૂબ જ નાંની વયે આગમન કર્યું છે અને જીત મેળવીને પોતાનું અને તેમનાં પરિવારનું નામ તો રોશન કર્યું છે પણ સાથો સાથ તેને તમામ આજની યુવા પેઢી માટે પ્રેરણા બની છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, સુરતની 120 બેઠકોમાંથી 27 બેઠકો પર આમ આદમી પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો અને સુરતમાં એક વિરોધ પક્ષ તરીકે ખરી ઉતરી છે, ગુજરાતમાં સુરતમાં આપ પોતાનાઓ ગઢ બનાવનું નક્કી કર્યું છે ત્યારે તેમનાં દરેક ઉમેદરવારો સામાન્ય અને સાધરણ વ્યક્તિઓ છે જેઓ પોતાના કામના લીધે દર્શકોનું દિલ જીતી ચૂક્યા છે.

21 વર્ષની યુવતી પાયલએ પોતાની વિચાર ધારાઓ ન લીધે રાજકારણમાં આવવું કે ઉદેશ છે જનતાની સેવા અને પોતાના વિસ્તારનો વિકાસ. પાયલ પાસે માત્ર 92 હજાર જેટલી સંપતિ છે જેમાં સોનાના ઘરેણાં સામેલ છે. પાયલ સૌથી નાંની વયની મહાનગર પાલિકાની સભ્ય બની છે.હાલમાં સૌ કોઈ વ્યક્તિઓ માટે તે પ્રેરણા રુપ બની છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *