સુરત મા પ્રવેશતા લોકો માટે SMC એ બનાવ્યો આ ખાસ નીયમ

ગુજરાત મા કોરોના નુ સંક્રમણ સતત વધી રહ્યુ છે એમા પણ ગુજરાત ના બે મોટા સીટી સુરત અને અમદાવાદ મા કેસો ની સંખ્યા સતત વધી રહી છે. સરકાર સંક્રમણ ને રોકવા માટે તમામ પ્રયાસો કરી રહી છે છતા કેસો સતત વધી રહ્યા છે ત્યારે SMC દ્વારા પણ સુરત મા પ્રવેશતા લોકો માટે ખાસ નિયમ બનાવ્યો છે.

સુરત મા મોટા પાયે ટેક્સટાઈલ નો ધંધો ચાલે છે આ માટે અન્ય શહેરો ભાથી મોટા પ્રમાણ મા લોકો ની અવર જવર રહે છે. ત્યારે કોરોનાનું સંક્રમણ વધતા સુરત મહાનગરપાલિકા દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, જે લોકો અન્ય શહેરમાંથી કે અન્ય રાજ્યમાંથી સુરતમાં આવે છે, તેમને શરદી, ખાંસી કે, તાવ જેવાં લક્ષણો દેખાય તો તેમને સુરતમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં.

આ ઉપરાંત કોરોના દર્દી ઓ ને શોધવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક ખાસ ઓપરેશન ચાલુ કરાયુ છે જેમાં 64 જેટલી ટીમો બનાવવામાં આવી છે જે અલગ અલગ વિસ્તારો મા જય ને કોરોના પોઝિટીવ દર્દી ની ભાળ કરશે. આ ટીમે છેલ્લા 1 મહીના મા 9000 થી વધુ કોરોના પોઝિટીવ દર્દી ઓ ને શોધી કાઢયા છે

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *