સોરઠીયા દરજી સમાજનું ગૌરવ ધ્રુવી મકવાણાએ ટીન એઇજ મોડેલીંગ સ્પર્ધામાં ભારતમાં પ્રથમ નંબર મેળવ્યો
સોરઠીયા દરજી સમાજનું ગૌરવ અમેરિકા નિવાસી ધીરુભાઈ તુલસીભાઇ મકવાણાની પૌત્રી ધ્રુવી મકવાણાએ સવાઇ મધોપુર (રાજસ્થાન) દ્વારા આયોજિત ટીન એઇજ મોડેલીંગ સ્પર્ધામાં ભાગ લઇ સમગ્ર ભારતમાં પ્રથમ નંબર મેળવ્યો
અમરેલી જિલ્લાની ધ્રુવી મકવાણાએ અમરેલી જિલ્લા સહિત પોતાના સમાજનું ગૌરવ વધાર્યું હતું.આજકાલ છોકરીઓ પણ દરેક કક્ષાએ આગળ વધી રહી છે. અમેરિકા સ્થિત ધીરુભાઈ તુલસીભાઇ મકવાણાની પૌત્રી ધ્રુવી પિયુષભાઈ મકવાણાએ ટીનેજ મોડેલિંગમાં ટોપ મોડેલ તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
સવાઈ મધોપુર, રાજસ્થાન ખાતે યોજાયેલ સ્પર્ધામાં અમરેલી જિલ્લાની ધ્રુવી મકવાણાએ અલગ અલગ રાજ્યોમાંથી આવેલ સ્પર્ધાકોને માત આપીને નીડરપણે પોતાની કલા,સુઝબુઝ અને યોગ્ય પ્રદર્શનથી સમગ્ર ભારતમાં પોતાનું નામ સહિત પોતાના માતા પિતાનું નામ અને સમાજનું નામ રોશન કર્યું હતું.
સ્પર્ધા દરમિયાન પૂછવામાં આવેલ સવાલોના યોગ્ય જવાબ આપી અને રેમ્પ પર વોક કરીને જજનાં દિલ જીતી લીધા હતા. જેથી અમરેલી જિલ્લામાં આનંદની લાગણીનો માહોલ સર્જાયો હતો સાથે પરિવારજનો માટે પણ ગૌરવની વાત હોવાથી પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.સોરઠીયા દરજી સમાજનું ગૌરવ ધ્રુવી મકવાણાએ ટીન એઇજ મોડેલીંગ સ્પર્ધામાં ભારતમાં પ્રથમ નંબર મેળવ્યો ખૂબ ખૂબ અભિનંદન
રિપોર્ટર:હસમુખ.શિયાળ.અમરેલી