આ શાકભાજીના એક કિલોની કિંમત છે 1 લાખ રૂપિયા! જાણો એવું તો શું ખાસ છે આ શાકભાજી? બિહારનો આ વ્યક્તિ કરે છે ઉત્પાદન

મિત્રો આમ તો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે અમુક શાકભાજી સસ્તી હોય છે તો અમુક શાકભાજી તેની ગુણવતા અને તેના ગુણોને કારણે મોંઘી ડાટ હોય છે, આ મોંઘી શાકભાજીના ભાવો તેના ફાયદાને લઈને વધારે કિંમત ધરાવતા હોય છે. પણ આજના આ લેખના માધ્યમથી અમે એક એવી શાકભાજી વિશે જણાવના છીએ જેની એક કિલોની કિંમત જાણીને તમે પણ મોઢામાં આંગળા નાખી જશો.

જણાવી દઈએ કે આ શાકભાજી દુનિયાની સૌથી મોંઘી શાકભાજી છે કારણ કે એક કિલો માટે એક લાખ રૂપિયા ચૂકવામાં આવે છે, હવે તમને લાગતું હશે કે આ શાકભાજી કોઈ વિદેશમાં ઉત્પાદન કરવામાં આવતી હશે પણ નાં એવું નથી આ શાકભાજીને બિહારનો એક વ્યક્તિ આ શાકભાજીનું ઉત્પાદન કરે છે. આ મોંઘી શાકભાજીનું નામ પણ ખુબ જ અજીબો ગરીબ છે. આ શાકભાજીનું નામ હોપ-શૂટસ કેહવામાં આવે છે.

આ હોપ-શૂટસની એક કિલોની કિંમત 1 લાખ રૂપિયા જાણવા મળી છે, હવે તમને વિચાર થતો હશે કે આટલી મોંઘી ડાટ શાકભાજીનો શું ફાયદો હશે? અને શું આવી શાકભાજી કોઈ ખરીદતું હશે? હા, આ શાકભાજી ખરીદનારા પણ નક્કી કરેલા જ લોકો હોય છે. આ અનોખી શાકભાજીની જાણ કરતા આઈએએસ અધિકારી સુપ્રિયા સાહુએ ટ્વીટ કરતા જણાવ્યું હતું કે અમરેશ સાહુ દ્વારા કરવામાં આવેલી આ ખેતી ઘણા ખેડતો માટે ગેમ ચેન્જર બની શકે છે.

હવે તમને આ શાકભાજી એટલી બધી મોંઘી શું કામ છે તેના વિશે જણાવીએ, હોપ-શોટ્સનો ઉપયોગ બીયર બનાવામાં ફલેવરીંગ એજેંટની રીતે ઉપયોગમાં લેવાય છે જ્યારે આની સિવાય હર્બલ મેડિસીનમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે, એટલું જ નહી કેંસર સેલ્સને ખતમ કરવા માટે પણ આ વેજીટેબલનો ઉપયોગ કરવામાં આવે છે. આથી વિદેશમાં આ શાકભાજીની માંગ ખુબ જ રહે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *