૧૪ વર્ષીય બાળકે ગળાફાંસો ખાયને જીવન ટુકાવી લીધું! તપાસમાં એવું કારણ સામે આવ્યું કે જાણીને સૌ કોઈ દંગ જ રહી ગયું…જાણો પૂરી વાત
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો ફક્ત ગુજરાતમાં જ નહી પણ આખા દેશમાંથી અનેક એવી આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં બાળકો આત્મહત્યા કરીને પોતાનું જીવન ટુકાવી લેતા હોય છે. હજી કાલે જ એક કિસ્સો અમે અમારા આ પેજના માધ્યમથી લઈને આવ્યા હતા જેમાં ધોરણ નવમાં ભણતા વિધાર્થીને પિતાએ ઠપકો આપતા દીકરાને લાગી આવ્યું હતું અને આત્મહત્યા કરી લીધી હતી.
એવામાં આજે હવે બીજો આવો જ એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ૧૪ વર્ષીય બાળકે આત્મહત્યા કરીને જીવન ટુકાવી લીધું હતું જે પછી તપાસમાં એવું કારણ જાણવા મળ્યું કે જાણીને સૌ કોઈ ચોકી ગયું હતું. જણાવી દઈએ કે આ પૂરી ઘટના બાડમેરના સદર વિસ્તારમાંથી સામે આવ્યો છે જ્યાં ગુરુવારના રોજ વિષ્ણુ કોલોનીની વિશ્નોઈ હોસ્ટેલ પાછળથી લીંબડાના ઝાડ પર લટકતો એક મૃતદેહ મળી આવ્યો હતો.
જેની તપાસ કરતા તે મુકેશ નામના બાળકનો હતો, એવામાં તેઓના પિતા અને પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પોહચ્યો હતો. જે પછી પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં મૃતક બાળક મુકેશ ભગવાન રામે જણાવ્યું હતું કે બુધવારના રોજ પાડોશી નરપત સિંહ, તેની પત્ની જ્યોતિ અને પુત્ર જયપાલ ત્રણેય હુમલો કરવા આવ્યા હતા જે પછી ભારે ઝગડો થયો હતો.
જણાવી દઈએ કે મૃતકના પિતા ઓટો ચલાવે છે, આથી ગુરુવારને રોજ પણ તેઓ નીકળી ગયા હતા અને માતા પશુઓનો ચારો લેવા માટે ગઈ હતી, આથી ઘરમાં ફક્ત મોટી બહેન અને મુકેશ જ હતા. આવા એકલતાનો લાભ ઉઠાવીને મુકેશે ફાંસીના માચડે ચડી ગયો હતો. મૃતકના પરિવારજનો દ્વારા એવો આરોપ લગાવામાં આવી રહ્યો છે કે પાડોશીના પુત્ર દ્વારા વારંવાર જોઈ લેવાની ધમકી આપવામાં આવી હતી.