16 મી સદીની શરૂઆતમાં તળાવનું પુનર્ગઠન કરવામાં આવ્યું જામનગર શહેરની બરાબર મધ્યમાં આવેલું રણમલ તળાવ (લાખોટા તળાવ) પાંચ લાખ ચોરસ મીટરમાં અને ત્રણ ભાગમાં વહેંચાયેલું છે જોવો ઈતિહાસ

જામનગર શહેરની બરાબર મધ્યમાં આવેલું રણમલ તળાવ (લાખોટા તળાવ) પાંચ લાખ ચોરસ મીટરમાં અને ત્રણ ભાગમાં વહેંચાયેલું છે તળાવ નગરની શોભામાં અભિવૃધ્ધિ કરે છે અને સહેલાણીઓ તેમજ યાયાવર પક્ષીઓ માટે પણ આદર્શ આશ્રય-સ્થાન પૂરૂં પાડે છે નગરનું જૂનામાં જૂનું વર્ણન ઇ.સ.૧૫૮૨-૮૩ માં સ્થાપેલા જામવિજય સંસ્કૃત કાવ્યમાં જોવા મળે છે.હાલનું રણમલ અથવા લાખોટા તળાવ ઇ.સ.૧૮૨૦ થી ૧૮૫૨ વચ્ચે જામ રણમલજી બીજાએ બંધાવ્યાનું કહેવામાં આવે છે.

અંદાજે પાંચ લાખ ચોરસ મીટરના ઘેરાવાનું આ વર્તુળાકાર તળાવ નવાનગરની આગવી ઓળખ છે તળાવની ફરતે વાટિકાઓ બુરજ કલાત્મક ઝરૂખાઓ વગેરે જેવા વિશ્રામ સ્થાનો મુકવામાં આવ્યાં છે તળાવની મધ્યમાં સ્થાપત્યના ઉત્કૃષ્ટ નમુનારૂપ બંધાયેલો કિલ્લો, લાખોના ખર્ચે બંધાયેલો હોવાથી લાખોટા તરીકે જાણીતો થયો છે આ બન્ને સ્થાપત્યો માત્ર કલા જ નહીં પરંતુ રાજયના પ્રજાવત્સલ અભિગમનું પ્રેરક છે.

16 મી સદીની શરૂઆતમાં તળાવનું પુનર્ગઠન કરવામાં આવ્યું. રણમલ તળાવમાં ભુજીયો કોઠો અને લાખોટાનું માળખું એ.ડી.1839 ની તારીખથી આવેલું છે આ માળખા સંગ્રહ અને સલામતી માટે પૂરી પાડવા માટે બનાવવામાં આવ્યું હતું ખાસ કરીને લાખોટો, જે તળાવમાં એક મનોરંજક સ્થળ તરીકે પણ કામ કરતું હતું રણમલ લાખોટા તળાવ જામનગરની મધ્યમાં અને મુલાકાત માટેનું સુંદર સ્થળ છે. તેની ફરતે બગીચો મ્યુઝિકલ ફુવારાઓ અને વૉકિંગ ટ્રેક આવેલા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *