2019 માં ફોર્બ્સની સૌથી વધુ કમાણી કરનાર સ્ટાર્સની યાદીમાં ભારતી 82 મા નંબર પર હતી.જોવો પસી શું થયું
કોમેડિયન ભારતી સિંહ તથા તેના પતિ હર્ષ લિમ્બાચિયાના ઘરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આજે એટલે કે 21 નવેમ્બરના રોજ દરોડા પાડ્યા હતા અને ઘરમાંથી નશીલી વસ્તુ મળી આવ્યો હતો. ભારતી ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. 2019માં ફોર્બ્સની સૌથી વધુ કમાણી કરનાર સ્ટાર્સની યાદીમાં ભારતી 82મા નંબર પર હતી.
ભારતી સિંહ વર્ષે 10.93 કરોડની કમાણી કરે છે હાલમાં ભારતી પતિ હર્ષ સાથે ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર નું એન્કરિંગ કરે છે આ ઉપરાંત ભારતી ધ કપિલ શર્મા શો માં પણ જોવા મળે છે.એક સમયે ભૂખ્યા પેટે સૂઈ જતી ભારતી પાસે મુંબઈમાં ત્રણ ફ્લેટ તથા લક્ઝૂરિયસ કાર્સનો કાફલો છે.
ગરીબીમાં પસાર થયું નાનપણઃભારતીનું બાળપણ કારમી ગરીબીમાં પસાર થયું હતું એક ઈન્ટરવ્યૂમાં ભારતીએ કહ્યું હતું હું મિડલ ક્લાસ પરિવારમાંથી આવું છું અમે ત્રણ ભાઈ બહેન છીએ. મારી માતાએ 17 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા હતા અને 23 વર્ષની ઉંમરમાં તેઓ ત્રણ સંતાનોની માતા હતા.
વધુમાં ભારતીએ કહ્યું હતું હું 2 વર્ષની હતી ત્યારે મારા પિતાનું અવસાન થયું હતું પિતા સાથે મારી કોઈ યાદ જોડાયેલી નથી. માતાએ બીજા લગ્ન કરવાને બદલે સંઘર્ષ કરીને અમને ત્રણ ભાઈ બહેનોને મોટા કર્યાં.અમારું નાનપણ ગરીબીમાં જ પસાર થયું છે બે ટંકના ભોજન માટે પરિવાર સતત સંઘર્ષ કરતો હતો. ઘણીવાર અમે અડધા ભૂખ્યા જ સૂઈ જતા ભારતીના પરિવારની વાત કરીએ તો તેનો ભાઈ ધીરજ સિંહ અમૃતસરમાં જનરલ સ્ટોર ચલાવે છે મોટી બહેન પિંકી રાજપૂત અમૃતસરમાં જ રહે છે.
ગુજરાતી સાથે લગ્નઃભારતીએ ગુજરાતી રાઈટર હર્ષ લિમ્બાચિયા સાથે 2017માં લગ્ન કર્યા હતા ભારતી પતિ કરતાં સાત વર્ષ મોટી છે સાત વર્ષના ડેટિંગ બાદ બંનેએ ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા. હર્ષે પીએમ નરેન્દ્ર મોદી’ના સંવાદો લખ્યા હતા આ ઉપરાંત મલંગ નું ટાઈટલ ટ્રેક પણ લખ્યું હતું લલ્લી ના રોલથી લોકપ્રિય બની હતીઃ ભારતીને અસલી ઓળખ કોમેડી રિયાલિટી શો ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ (2008)ની ચોથી સિઝનમાં મળી હતી આ શોની ફાઈનલમાં ભારતી સેકન્ડ રનર અપ હતી. આ શોમાં ભારતીએ લલ્લી નામનું પાત્ર ભજવ્યું હતું. આ કેરેક્ટર દર્શકોમાં ઘણું જ લોકપ્રિય બન્યું હતું.
ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ ઉપરાંત ભારતીએ કોમેડી સર્કસ કે સુપરસ્ટાર કોમેડી સર્કસ કે તાનસેન કોમેડી સર્કસ કે અજૂબે જેવા કોમેડી રિયાલિટી શોમાં કામ કર્યું છે કૃષ્ણા અભિષેકની સાથે કોમેડી નાઈટ્સ બચાઓ તથા કોમેડી નાઈટ્સ લાઈવ જેવા શો કર્યા છે ભારતીએ પંજાબી ફિલ્મ એક નૂર યમલે જટ યમલે તથા જટ એન્ડ જુલિયટ 2 માં કામ કર્યું છે અક્ષય કુમારની ફિલ્મ ખિલાડી 786 તથા પુલકિત સમ્રાટ તથા યામી ગૌતમની ફિલ્મ સનમ રેમાં પણ ભારતી જોવા મળી હતી.