આ મજુરના ખાતામાં અચનાક જ ૩૧૦ કરોડ રૂપિયા જમા થઈ ગયા, પરિવાર સપના જોવા લાગ્યું હતું પણ ત્યાં તો…પૂરી વાત જાણી તમને આંચકો લાગશે

મિત્રો અમુક વખત ખુબ જ અલગ ઘટના સામે આવતી હોય છે જેને જાણ્યા પછી આપણે પણ ચોકી જતા હોઈએ છીએ, આ લેખના માધ્યમથી અમે એક આવી જ ઘટના લઈને આવ્યા છીએ જેમાં એક ગરીબ મજુરના ખાતામાં અચનાક જ ૩૧૦ કરોડ રૂપિયા જમા થઈ ચુક્યા હતા, આટલા બધા રૂપિયા ખાતામાં આવવાથી આ વ્યક્તિ અને તેનો પરિવાર ખુબ ઉચ્ચા સપના જોવા લાગ્યો હતો પણ આ ખુશી વધારે ટકી શકી નહી.

જણાવી દઈએ કે આ પૂરી ઘટના ઉત્તર પ્રદેશના કન્નોજ જીલ્લાના છીબરામઉમાંથી સામે આવી છે જ્યાં બિહારી લાલ પોતાના પત્ની સરીતા અને બંને બાળકો સાથે રેહતો હતો. બિહારી લાલ રાજસ્થાનમાં મજુરી કરતા હતા જયારે સરીતાબેન પણ મજુરી કરીને પોતાનું જીવન ગુજારતા હતા. વરસાદની સીઝનને કારણે તેઓ પોતાના ગામે આવી ગયા હતા.

એવામાં બિહારી લાલને થોડાક પૈસાની જરૂર હોવાને લીધે તેઓ પોતાના બેંક મિત્ર પાસે ગયા હતા અને પોતાનું એકાઉન્ટ ચેક કર્યું હતું, બેંક મિત્રએ બેંક એકાઉન્ટ ચેક કર્યું તો તે પણ હક્કા બક્કા રહી ગયો હતો કારણ કે અચનાક જ બિહારી લાલના ખાતામાં ૩૧૦ કરોડ રૂપિયા આવી ગયા હતા, તપાસ કરવા માટે વારંવાર ખાતું ચેક કરવામાં આવ્યું હતું પણ તેમ છતાં તેમાં આટલા જ પૈસા જમા હતા.

આવી જાણ થતા બિહારી લાલ તો ખુશખુશાલ થઈ ગયો હતો અને આખા ગામમાં પણ આ વાત કહી દીધી હતી. બિહારી લાલ અને તેની પત્નીએ વિચારી પણ લીધું હતું કે આ પૈસાનો તે ક્યા ઉપયોગ કરશે એટલું જ નહી હવે તો બિહારી લાલને પણ લાગી રહ્યું હતું કે તેનું જીવન બદલાય જશે પણ ત્યાં સોમવાર સવારે જયારે બિહારી લાલ પૈસા લેવા માટે બેંકે ગયા તો તેનું દિલ તૂટી ગયું કારણ કે તેઓ જયારે પૈસા ઉપાડવાની અરજી કરી તો તેના ખાતામાં ફક્ત ૧૨૯ રૂપિયા જ વધ્યા હતા, આ જોઇને બિહારી લાલ દુઃખી થયા હતા અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. હાલ બેંકે બિહારી લાલનું ખાતું સીઝ કરી દીધું છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *