રાજકોટ: ૪ વર્ષની માસુમ માટે કાળ સાબિત થયો લોખંડનો દરવાજો! દાદાએ નજર સામે જ પોતાની પૌત્રી ગુમાવી…જાણો આ દુખદ ઘટના વિશે
રાજકોટ શહેરમાંથી હાલ ખુબ જ દુખદ ઘટના સામે આવી છે જેમાં એક ૪ વર્ષીય બાળાએ જીવથી હાથ ધોઈ બેઠી હતી. આ ઘટના બનતાની સાથે જ બાળકીના માતા પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા, એટલું જ નહી દાદાએ તો નજરે પોતાની પૌત્રીને ગુમાવી દીધી હતી આથી તેઓ પણ ભારે આઘાતમાં ચાલ્યા ગયા હતા.
શહેરના કણકોટ રોડ પર આવેલ ક્રિસ્ટલ એ-વન એપાર્ટમેન્ટના બ્લોક નં.૩૦૧ડી માં રવિભાઈ પ્રવીણભાઈ ઉંજીયા તેના પરિવાર સાથે રેહતા હતા. પ્રવીણભાઈને એક દીકરી પણ હતી જેનું નામ આરવી(ઉ.વ.૪) હતું. એવામાં જ્યારે આરવી પોતાના દાદા પ્રવીણભાઈ સાથે જીવરાજ પાર્કમાં રોજ જતા હતા, આથી કાલે પણ તેઓ ગયા હતા જ્યાં તેઓ સાથે પૌત્રી આરવીને પણ લેતા ગયા હતા.
એવામાં અંબાજી મંદિર નજીક જ્યારે આરવી બીજા બાળકો સાથે મંદિરના દરવાજા નજીક રમી રહી હતી ત્યારે અચાનક જ કોઈક એ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો આથી ચાર ફૂટનો આ લોખંડનો દરવાજો સીધો આરવી પર પડ્યો હતો. દરવાજો પડતા અરવીને ખુબ ગંભીર ઈજા થઈ હતી આથી સ્થાનિકો દ્વારા તેને તરત જ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી દેવામાં આવી હતી.
પણ અફસોસ આ ચાર વર્ષીય માંસુમે સારવાર દરમિયાન જ દમ તોડી દેતા પરિવારજનોએ હૈયાફાંટ આક્રંદ કર્યું હતું. આ માસુમનું મૃત્યુ થવાથી તેની અંતિમવિધિ માટે તેના દેહને જેતપુરના પ્રેમગઢ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જે પછી પોલીસને ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસે ઘટનાની તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.