80 વર્ષના બીમાર અને અશક્ત વડીલને દાઢી કરી કરી આપતા આ ભાઈ કોણ છે એ જાણો છો ?
આ ભાઈ છે ડો. સંદીપ મિતલ. ડો. સંદીપ મિતલ તામિલનાડુ કેડરના સિનિયર આઇપીએસ અધિકારી છે. વિશ્વની કેટલીયે નામાંકિત સંસ્થાઓમાંથી અભ્યાસ કરીને ડો.સંદીપ મિતલે અનેક ડિગ્રીઓ હાંસલ કરી છે. સાયબર સિક્યુરિટીમાં તો આ માણસ માસ્ટર માઈન્ડ છે. જુદા જુદા ક્ષેત્રના કેટલાય એવોર્ડ પણ મેળવી ચુક્યા છે. ભારતના સંસદભવનની સુરક્ષાની અત્યંત મહત્વની અને કપરી કામગીરી સફળતાપૂર્વક બજાવી ચુક્યા છે.
80 વર્ષના જે વડીલની તેઓ દાઢી કરી રહ્યા છે એ વડીલ એમના પિતાજી છે. પિતા બીમાર પડ્યા હતા અને પોતાનું કામ જાતે કરી શકતા નહોતા. ડો.સંદીપ મિતલ અત્યંત જવાબદારી ભર્યા પદ પર કામ કરતા હોવા છતાં સમય કાઢીને પિતાના સામાન્ય લાગતા કામ પોતે જાતે કરે છે. એ ઈચ્છે તો આ બધા જ કામ ઘરના નોકર પણ કરી શકે પણ દીકરાની સેવાથી વડીલનું હૈયું જેવું હરખી ઉઠે એવું નોકરની સેવાથી ન જ થાય એટલે પોતાનાથી જેટલી પિતાજીની સેવા જાતે થઈ શકે એટલી સેવા કરે.
કેટલાક લોકો પાસે પદ, પૈસો કે પ્રતિષ્ઠા માંથી કોઈ એક આવી જાય તો પણ વડીલોની આમન્યા ભૂલેની બાપના બાપ બની જતા હોય છે જ્યારે ડો.સંદીપ મિતલ પાસે પદ પણ છે, પૈસો પણ છે અને પ્રતિષ્ઠા પણ છે આમ છતાં ઘરમાં એ પિતાની સામે દીકરાની જેમ જ રહે છે.