યુવકે મૌતને ખુબ જ નજીકથી જોઈ લીધું! બસના ટાયર નીચે યુવકનું માથું આવી ગયું અને પછી જે થયું તે…વિડીયો જોઈ તમે મોઢામાં આંગળા નાખી જશો
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો ફક્ત ગુજરાત રાજ્ય જ નહી પણ આખા દેશમાં રોજબરોજની અનેક એવી અકસ્માતોની ઘટના બને છે જેમાં કોઈને કોઈ વ્યક્તનીનું મૃત્યુ થતું હોય છે. આવા અકસ્માતોને ધ્યાનમાં રાખીને સરકારે ઘણા બધા એવા નિયમો પણ બનાવ્યા છે જેનું પાલન પણ લોકો કરી રહ્યા છે પણ ક્યારેક કોઈક ભૂલને લીધે અનેક એવા દર્દનાક અકસ્માતો સર્જાતા હોય છે.
એવામાં સરકાર દ્વારા એવો નિયમ પણ બનાવામાં આવ્યો છે કે ગાડી લઈને રસ્તા પર જતી વખતે હેલ્મેટ પેહરવું ફરજીયાત છે. હવે આજના આ લેખના માધ્યમથી અમે એક એવો જ વિડીયો લઈને આવ્યા છીએ જેને જોયા પછી તમે પણ હેલ્મેતનું મહત્વ શું છે તેની ખબર પડી જશે. વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં એક યુવકને દિવસે તારા દેખાય જાય છે કારણ કે તેની સાથે ઘટના જ એવી કઈક બને છે.
ટ્વીટર પર આ વિડીયો હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોને જોયા પછી લોકો પણ એવું જ કહી રહ્યા છે કે હેલ્મેટે યુવકનો જીવ બચાવી લીધો નહિતર યુવકનું કામ તમામ થઈ ગયું હોત. વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક લિલા રંગની બસ આવી રહી હોય છે ત્યાં અચાનક જ એક બાઈક સવાર બસ સાથે અથડાય છે અને સીધો રસ્તા પર જ પડે છે.
NASCEU DE NOVO 😱 pic.twitter.com/aPxmeE3rgS
— Penha News RJ 2.0 (@PenhaNewsRJ) July 18, 2022
એવામાં યુવક સીધો બસની નીચે આવી જાય છે, આથી બસનું ટાયર આ યુવકના માથાના થોડાક ભાગ પોર ચડી જાય છે પણ સદનસીબે યુવકે હેલ્મેટ પેહરેલું હોવાને લીધે તેને કોઈ પ્રકારે ઈજા થતી નથી. હજી બસનું આખું ટાયર ચડતું જ હોય છે ત્યાં બસ ચાલક બસને રોકી દે છે, નહિતર આ યુવકનું કચડાયને કરુણ મૌત થઈ શકેત. આ વિડીયો હાલ ટ્વીટર પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને દરેક લોકો આ વિડીયોને જોયા પછી અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે